અધ્યાય-૧૫ ][ ૧૨૫
लोकस्य चात्मनो यत्नं रंजनाय करोति यत् ।
तच्चेन्निराकुलत्वाय तर्हि दूरे न तत्पदं ।।७।।
રે હંસ! પરદ્રવ્યો સ્મરે તું જેમ નિશદિન યત્નથી,
જો તેમ ચિદ્રૂપ શુદ્ધ સ્મર તો મુકિત દૂર શું હસ્તથી?
જે યત્ન નિજ પર રંજને કરતા સદા સર્વે જના,
તેવો નિરાકુલત્વ માટે જો કરે, પદ દૂર ના. ૬-૭.
અર્થ : — હે આત્મન્! જેમ તું પરદ્રવ્યોનું પ્રતિદિન સ્મરણ કરે
છે, તેમ જો શુદ્ધ આત્મસ્વરૂપનું સ્મરણ કરે તો શું મોક્ષ તને હસ્તગત
ન થાય? (અવશ્ય થાય.) ૬.
લોકના અને પોતાના રંજન માટે જે યત્ન કરે છે તેવો પ્રયત્ન જો
નિરાકુળતા માટે કરે, તો તે મુક્તિ પદ દૂર રહે નહિ. ૭.
रंजने परिणामः स्याद् विभावो हि चिदात्मनि ।
निराकुले स्वभावः स्यात् तं बिना नास्ति सत्सुखं ।।८।।
संयोगविप्रयोगौ च रागद्वेषौ सुखामुखे ।
तद्भवेऽत्रभवे नित्यं दृश्येते तद्भवं त्यज ।।९।।
રંજન કરે ત્યાં, ચિદ્રૂપે પરિણામ થાય વિભાવનાં,
હોયે સ્વભાવ નિરાકુલત્વે નહ{ સત્સુખ તે વિના,
સંયોગ ને વિયોગ સુખ દુઃખ, રાગદ્વેષ ભળાય જ્યાં,
નિશદિન આ ભવ પરભવે હા! ભવ હવે તું ત્યાગ ત્યાં. ૮ – ૯.
અર્થ : — રંજન કરવામાં આત્માના ભાવ થાય તે ચિદ્રૂપ
આત્મામાં વિભાવ જ છે. નિરાકુળતામાં સ્વભાવ હોય (છે). તેના
(સ્વભાવ) વિના સાચું સુખ નથી. ૮.
સંયોગ અને વિયોગ, રાગ અને દ્વેષ, સુખ તથા દુઃખ (ના દ્વંદ્વો)
પરભવમાં અને આ ભવમાં સદા દેખવામાં આવે છે, માટે તું સંસારને
તજી દે. ૯.