૧૨૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
शास्त्राद् गुरोः सधर्मादेर्ज्ञानमुत्पाद्य चात्मनः ।
तस्यावलंबनं कृत्वा तिष्ठ मुंचान्यसंगतिं ।।१०।।
अवश्यं च परद्रव्यं नश्यत्येव न संशयः ।
तद्विनाशे विधातव्यो न शोको धीमता क्वचित् ।।११।।
પ્રગટાવ આતમજ્ઞાન સદ્ગુરુ, શાસ્ત્ર ધાર્મી સુસંગથી,
તેનું જ અવલંબન કરી સ્થિર થા છૂટી પરસંગથી;
પરદ્રવ્ય નાશ અવશ્ય પામે ત્યાં શું સંશય છે ખરો?
તેના વિનાશે શોક તેથી સુજ્ઞ કદીયે ના ધારો. ૧૦-૧૧.
અર્થ : — શાસ્ત્રથી, ગુરુથી, સાધર્મીજનો આદિથી આત્મજ્ઞાન
પ્રગટ કરીને તેનો આશ્રય લઈને તું સ્થિર થા, બીજો સંગ છોડી દે. ૧૦.
તથા પરદ્રવ્ય અવશ્ય નાશ પામે છે જ, એમાં સંશય નથી,
તેના વિનાશમાં જ્ઞાનીજને ક્યાંય શોક કર્તવ્ય નથી. ૧૧.
त्यक्त्वा मां चिदचित्संगा यास्यंत्येव न संशयः ।
तानहं वा च यास्मामि तत्प्रीतिरिति मे वृथा ।।१२।।
पुस्तकैर्यत्परिज्ञानं परद्रव्यस्य मे भवेत् ।
तद्धेयं किं न हेयानि तानि तत्त्वावलंबिनः ।।१३।।
નúી જશે મુજને તજી સૌ સંગ જM ચેતન કદી,
કે સર્વ તજી મારે જવું ત્યાં પ્રીતિ મુજ શી દુઃખદા?
જે જ્ઞાન પુસ્તકથી થતું પરદ્રવ્યનું તે ત્યાજ્ય જ્યાં,
તો ત્યાજ્ય શું પરદ્રવ્ય નહિ, તત્ત્વાવલંબી હું થતાં. ૧૨-૧૩.
અર્થ : — ચેતન અને જડ સંગ મને તજીને જશે જ, એમાં સંશય
નથી અથવા હું તે સંગોને તજીને જઈશ, તેથી મારે (માટે) તેમની પ્રીતિ
(કરવી) નકામી છે. જેણે તત્ત્વનું અવલંબન લીધું છે, એવા મને જે
પરદ્રવ્યનું પરિજ્ઞાન પુસ્તકોથી થાય (છે) તે (પણ) ત્યાજ્ય છે, તો પછી
શું તે પરદ્રવ્યો હેય ન હોય? (હોય જ). ૧૨-૧૩.