અધ્યાય-૧૫ ][ ૧૨૭
स्वर्णैरत्नैः कलत्रैः सुतगृहवसनैर्भूषणैं राज्यखार्थे —
र्गोहस्त्यश्वैश्च पद्गैः स्थवरशिविकामित्रमिष्टान्नपानैः ।
चिंतारत्नैर्निधानैः सुरतरुनिवहैः कामधेन्वा हि शुद्ध-
चिद्रूपाप्तिं विनांगी न भवति कृतकृत्यः कदा क्वापि काऽपि ।।१४।।
સુત મિત્ર વસ્ત્ર કલત્ર કંચન રત્ન ભૂષણ સંગ્રıાાં,
રથ અશ્વ ગજ ગૃહ રાજ્ય સુખ મિષ્ટાન્ન પાન ઘાણાં લıાાં;
ચિંતામણિ નિધાાન સુરતરુ કામધોનુ મªયા છતાં,
નહિ કોઇ જીવ કૃતકૃત્ય ચિદ્રૂપ પ્રાપ્તિ વિણ કદી થતા. ૧૪.
અર્થ: — શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ વિના કોઈ પણ જીવ ક્યાંય
પણ, ક્યારેય, સુવર્ણ અને રત્નો (ની પ્રાપ્તિ)થી, સ્ત્રીથી, પુત્ર, ગૃહ,
વસ્ત્રોથી, આભૂષણોથી, રાજ્ય અને ઇન્દ્રિયના વિષયોથી તથા ગાય,
હાથી, ઘોડાથી, પદાતિઓથી, રથ, ઉત્તમ પાલખી, મિત્રો કે મિષ્ટાન્ન
ભોજનોથી, ચિંતામણિ રત્નોથી, ધનના ભંડારોથી, કલ્પવૃક્ષના સમૂહોથી,
કામધેનુથી, ખરેખર કૃતકૃત્ય થતો નથી. ૧૪.
परद्रव्यासनाभ्यासं कुर्वन् योगी निरंतरं ।
कर्मांगादिपरद्रव्यं मुक्त्वा क्षिप्रं शिवी भवेत् ।।१५।।
कारणं कर्मबन्धस्य परद्रव्यस्य चिंतनं ।
स्वद्रव्यस्य विशुद्धस्य तन्मोक्षस्यैव केवलं ।।१६।।
પરદ્રવ્યને તજવા કરે અભ્યાસ સતત સ્વચિંતને,
તે યોગી કર્મ શરીર આદિ ત્યાગી સત્વર શિવ બને;
પરદ્રવ્યનું ચિંતન ખરેખર કર્મ-બંધા-નિદાન છે,
ચિંતન વિમલ નિજ દ્રવ્યનું, શિવ હેતુ એ જ પ્રધાાન છે. ૧૫-૧૬.
અર્થ : — યોગી નિરંતર પરદ્રવ્યના ત્યાગનો અભ્યાસ કરતો થકો
કર્મ શરીર આદિ પરદ્રવ્યોને છોડીને શીઘ્ર શિવપદ પામે છે. ૧૫.