૧૨૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
પરદ્રવ્યનું ચિંતન કર્મબંધનું કારણ છે. વિશુદ્ધ આત્મદ્રવ્યનું ચિંતન
તે કેવળ મોક્ષનું જ કારણ છે. ૧૬.
प्रादुर्भवंति निःशेषा गुणाः स्वाभाविकाश्चितः ।
दोषा नश्यंत्यहो सर्वे परद्रव्यवियोजनात् ।।१७।।
समस्तकर्मदेहादिपरद्रव्यविमोचनात् ।
शुद्धस्वात्मोपलब्धिर्या सा मुक्तिरिति कथ्यते ।।१८।।
ચિદ્રૂપના નિઃશેષ સ્વાભાવિક ગુણો પ્રગટે બધાા,
તે દોષ ક્ષય થાયે સકલ પરદ્રવ્યે ત્યાગ્યે સર્વથા;
નિઃશેષ કર્મ શરીર આદિ અન્ય દ્રવ્યો ત્યાગતાં,
નિજ સહજ આત્મસ્વરુપ પ્રાપ્તિ તે જ મુકિત કથાય ત્યાં. ૧૭-૧૮.
અર્થ : — આશ્ચર્યની વાત છે કે પરદ્રવ્યના ત્યાગથી આત્માના
સમસ્ત સ્વાભાવિકગુણો પ્રગટ થાય છે (અને) સર્વ દોષો નાશ પામી
જાય છે. ૧૭.
સર્વ કર્મ દેહ આદિ પરદ્રવ્યના ત્યાગથી જે શુદ્ધ સ્વ આત્માની
પ્રાપ્તિ તે જ મોક્ષ કહેવાય છે. ૧૮.
अतः स्वशुद्धचिद्रूपलब्धये तत्त्वविन्मुनिः ।
वपुषा मनसा वाचा परद्रव्यं परित्यजेत् ।।१९।।
(વસંતતિલકા છંદ)
તેથી સ્વ શુદ્ધ સહજાત્મ સ્વરુપ પ્રાપ્તિ,
જે તત્ત્વજ્ઞાની મુનિવર્ય ચહે સદાપિ;
તે તો શરીર મનને વચને ત્રિયોગે,
દ્રવ્યો અનાત્મ સઘાળાં અતિ શીઘા્ર ત્યાગે. ૧૯.
અર્થ : — તેથી આત્મજ્ઞાની મુનિ નિજ શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ
માટે શરીરથી, મનથી અને વચનથી પરદ્રવ્યને તજી દે છે. ૧૯.