Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 129 of 153
PDF/HTML Page 137 of 161

 

background image
અધ્યાય-૧૫ ][ ૧૨૯
दिक्चेलैको हस्तपात्रो निरीहः
साम्यारूढस्तत्त्ववेदी तपस्वी
मौनी कर्मौधेभसिंहो विवेकी
सिद्धयै स्यात्स्वे चित्स्वरूपेऽभिरक्तः
।।२०।।
દિગ્ વસ્ત્ર માત્ર કરપાત્ર, તપસ્વી, મૌની,
નિસ્પૃહ, સામ્યપદ આરુઢ, તત્ત્વજ્ઞાની;
તે કર્મહસ્તી પ્રતિ સિંહ, વિવેકબુદ્ધિ,
આત્મીય ચિદ્સ્વરુપ રકત, વરે સ્વસિદ્ધિ. ૨૦.
અર્થ :દિશાઓ જેમનું વસ્ત્ર છે, જેમને હાથ એ જ (ભોજન
પાન માટેનું એક) પાત્ર છે, જે નિસ્પૃહ છે, સમતાશ્રેણી ઉપર ચઢેલા
છે, આત્મજ્ઞાની, તપસ્વી, મૌની, કર્મોના સમૂહરૂપ હાથીઓને હણવાને
સિંહ સમાન છે, ભેદજ્ઞાની અને પોતાના આત્મસ્વરૂપમાં તલ્લીન છે, તે
જ મોક્ષ મેળવવાને યોગ્ય થાય છે.