અધયાય ૧૬ મો
[શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિ માટે નિર્જન સ્થાનની આવશ્યકતા]
सद्बुद्धैः पररंजनाकुलविधित्यागस्य साम्यस्य च
ग्रंथार्थग्रहणस्य मानसवचोरोधस्य बाधाहतेः ।
रागादित्यजनस्य काव्यजमतेश्वेतोविशुद्धेरपि
हेतु स्वोत्थसुखस्य निर्जनमहो ध्यानस्य वा स्थानकं ।।१।।
(સવૈયા)
સદ્બુદ્ધિ, સમતા, રાગાદિ – ત્યાગ, શાસ્ત્રના અર્થ ગ્રહાય,
પરરંજન – આકુળતા જાયે, મન વાણીનો રોધા કાય;
બુદ્ધિ કાવ્ય વિષે જોMાયે, ચિત્તવિશુદ્ધિ વળી પમાય,
આત્મિક સુખ ને ધયાન પ્રાપ્તિનો, નિર્જન સ્થાનક હેતુ મનાય. ૧.
અર્થ : — અહો! એકાંત સ્થાન સમ્યક્બુદ્ધિરૂપ વિવેકજ્ઞાનનું
અન્યને રંજન કરવામાં થતી આકુળતાના ત્યાગનું તથા સમતાનું, શાસ્ત્રના
અર્થના ગ્રહણનું, મન, વચનના નિરોધનું, બાધાને હણવાનું, રાગાદિના
ત્યાગનું, કાવ્યમાં મતિ એકાગ્ર થવાનું, ચિત્તવિશુદ્ધિનું પણ, આત્મામાંથી
ઉત્પન્ન થતા સુખનું અથવા ધ્યાનનું કારણ થાય છે. ૧.
पार्श्ववर्त्यंगिना नास्ति केनचिन्मे प्रयोजनं ।
मित्रेण शत्रुणा मध्यवर्त्तिना ता शिवार्थिनः ।।२।।
સમીપવર્તી શત્રુ મિત્ર કે મધયવર્તી પ્રાણી સંભ્રાન્ત,
કોઇ અન્યનું કામ ન મારે, શિવ અર્થી હું ચહું એકાન્ત. ૨.
અર્થ : — મોહના અર્થી એવા મને કોઈનું પણ મિત્ર, શત્રુ કે
મધ્યસ્થનું, નજીકમાં વર્તતા પ્રાણીનું પ્રયોજન (કામ) નથી. ૨.