અધ્યાય-૧૬ ][ ૧૩૧
इंदोर्वृद्धौ समुद्रः सरिदमृतबलं वर्द्धते मेघवृष्टे-
र्मोहानां कर्मबंधो गद इव पुरुषस्याभुक्तेरवश्यं ।
नानावृत्ताक्षराणामवनिवरतले छंदसां प्रस्तरश्च
दुःखौघागो विकल्पास्त्रववचनकुलं पार्श्ववर्यगिनां हि ।।३।।
ચન્દ્ર વધો ત્યાં જલધિા વધાતો, વૃષ્ટિ વધયે નદી નીર અથાગ,
મોહવૃદ્ધિથી કર્મ વધો, વળી અપકવ અન્ને વ્યાધિા-વિપાક,
વિવિધા છંદ અક્ષર વૃદ્ધિથી વધો છંદ પ્રસ્તાર વિશેષ,
તેમ સમીપવાસી સંગે બહુ વચન વિકલ્પ વધો દુઃખ દોષ. ૩.
અર્થ : — જેવી રીતે ચંદ્રની વૃદ્ધિ થતાં સમુદ્ર વધે છે (ભરતી
આવે છે), મેઘવૃષ્ટિની વૃદ્ધિથી નદીનાં પાણીનું બળ વધે છે, મોહની
વૃદ્ધિમાં કર્મબંધ વધે છે, મનુષ્યને કાચા ભોજનથી અવશ્ય રોગની માફક,
પૃથ્વીના સુંદર તળમાં જુદા જુદા છંદમાં અક્ષરોની વૃદ્ધિ થતાં છંદોનો
પ્રસ્તાર વધે છે, તેમ નજીકમાં રહેલા પ્રાણીઓની સંગતિ વધવાથી
નિશ્ચયથી દુઃખોનો સમૂહ અને દોષ, વિકલ્પના આગમનના કારણરૂપ
વચનોનો સમૂહ વધે છે. ૩.
वृद्धिं यात्येधसो वन्हिर्वृद्धौ धर्मस्य वा तृषा ।
चिन्ता संगस्य रोगस्य पीडा दुःखादि संगतेः ।।४।।
અગ્નિ જેમ વધો £ન્ધાનથી, તૃષા તાપથી વધાતી જાય,
ચિંતા સંગથી, વ્યથા વ્યાધિાથી, દુઃખાદિ સંગતિથી થાય. ૪.
અર્થ : — ઇન્ધનની વૃદ્ધિથી જેમ અગ્નિ વૃદ્ધિ પામે છે અને
ઉકળાટની વૃદ્ધિથી તરસ વધે છે, સંગની વૃદ્ધિથી ચિંતા વધે છે, રોગની
વૃદ્ધિથી પીડા વધે છે, તેમ ચેતન – અચેતન પદાર્થોની સંગતિની વૃદ્ધિથી
દુઃખાદિ વધે છે. ૪.
विकल्पः स्याज्जीवे निगडनगजंबालजलधि –
प्रदावाग्न्यातापप्रगदहिमताजालसदृशः ।