૧૩૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
वरं स्थानं छेत्रीपविरविकरागस्ति जलदा –
गदज्वालाशस्त्रीसममतिभिदे तस्य विजनं ।।५।।
વિકલ્પ તો જનને ગિરિ કર્દમ જલધિા દાવાનલ આતાપ,
બેMી, જાલ, શીતલતા વ્યાધિા સદ્રશ કરે સદા સંતાપ;
તે છેદવા વ» રવિકર, અગસ્ત્ય, જલધાર, છીણી સાર,
છરી, અગ્નિ, ઔષધા સમ જાણો નિર્જન સ્થાન પરમહિતકાર. ૫.
અર્થ : — જીવમાં વિકલ્પ (થાય) છે તે બેડી, પર્વત, કાદવ,
સમુદ્ર, પ્રબળ દાવાનળનો તાપ, વ્યાધિ, શીતળતા, અને જાળ જેવા છે
તેને અત્યંત ભેદવામાં ઉત્તમ એકાંતસ્થાન છે તે છીણી, વજ્ર, સૂર્યકિરણ,
સમુદ્રને શોષી જનાર અગસ્ત્ય ૠષિ, મેઘ, ઔષધ, અગ્નિ અને છરી
સમાન થાય છે. ૫.
तपसां बाह्य भूतानां विविक्तशयनासनं ।
महत्तपो गुणोद्भूतेरागत्यागस्य हेतुतः ।।६।।
રાગત્યાગરુપ ગુણ પ્રગટાવા, કારણ એ જાણે મતિમાન;
બાıા તપોમાં વિવિકત શય્યા, સન તપ તેથી કıાãં મહાન. ૬.
અર્થ : — ગુણની ઉત્પત્તિનું અને રાગના ત્યાગનું કારણ હોવાથી
એકાંત શયન, આસન આદિ, બાહ્યભૂત તપમાં મહાન તપ છે. ૬.
काचिच्चिंता संगतिः केनचिच्च रोगादिभ्यो वेदना तीव्रनिद्रा ।
प्रादुर्भूतिः क्रोधमानादिकानां मूर्च्छा ज्ञेया ध्यानविध्वंसिनी च ।।७।।
કંઇ પણ ચિંતા, સંગ કોઇના, વ્યાધિા – વેદના નિદ્રા તીવ્ર,
ક્રોધાાદિ ઉદ્ભવ, મૂર્છા, એ ધયાન વિનાશક જાણો જીવ. ૭.
અર્થ : — કાંઈ પણ ચિંતા તથા કોઈની સાથે પરિચયરૂપ સંગતિ,
રોગાદિથી થતી પીડા, તીવ્ર નિદ્રા, કોપ, માન, માયા આદિનું પ્રગટ થવું
અને મોહની આસક્તિ; એમને ધ્યાનના નાશ કરનાર જાણવા. ૭.