૧૩૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
બાહ્ય એવા લોકમાર્ગો તથા સંગપ્રસંગના ત્યાગમાં જો મને પરમ
સુખ થાય છે, તો અંતરસંગતિ સંગના ત્યાગમાં તેનાથી અધિક સુખ કેમ
ન થાય? ૧૧.
बाह्यसंगतिसंगेन सुखं मन्यते मूढधीः ।
तत्त्यागेन सुधीः शुद्धचिद्रूपध्यानहेतुना ।।१२।।
अवमौदर्यात्साध्यं विविक्तशय्यासनाद्विशेषेण ।
अध्ययनं साध्यानं मुमुक्षुमुख्याः परं तपः कुर्युः ।।१३।।
મૂઢ મતિ તો બાıા સંગતિ સંગ વMે સુખ ગણે પ્રધાાન;
તેનો ત્યાગ વિમલ ચિદ્રૂપનો ધયાન હેતુ સુખ ગણે ધાીમાન. ૧૨.
શ્રેÌ મુમુક્ષુ ઉણોદરીને વિવિકત શય્યાસનથી સાધય;
ધયાન સહિત સ્વાધયાય આદરે ઉત્તમ તપ એ તો આરાધય. ૧૩.
અર્થ : — અજ્ઞાની જીવ બાહ્ય સંગતિના સંગથી સુખ માને છે,
(જ્યારે) સમ્યક્બુદ્ધિવાળા – જ્ઞાની શુદ્ધ ચિદ્રૂપના ધ્યાનનો હેતુ (હોવાથી)
તે સંગના ત્યાગથી સુખ માને છે. ૧૨.
મુમુક્ષુઓમાં મુખ્યજનો ઊંણોદરી તપથી સાધવા યોગ્ય, વિશેષે
કરીને નિર્જન સ્થાનમાં (શુદ્ધાત્માના) ધ્યાન સહિત સ્વાધ્યાયરૂપ પરમ તપ
કરે છે. ૧૩.
ते वंद्याः गुणिनस्ते च ते धन्यास्ते विदांवराः ।
वसंति निर्जने स्थाने ये सदा शुद्धचिद्रताः ।।१४।।
निर्जनं सुखदं स्थानं ध्यानाध्ययनसाधनं ।
रागद्वेषविमोहानां शातनं सेवते सुधीः ।।१५।।
તે ગુણવંતા વંદ્ય ગણાતા ધાન્ય જ્ઞાનીમાં પ્રવર મનાય,
નિર્જન સ્થાને ને જઇ વસતા ચિદ્રૂપમાં અતિ રકત સદાય;
નિર્જનસ્થાન અતિ સુખદાયી ધયાન તથા સ્વાધયાય નિદાન,
રાગ દ્વેષ વિમોહ વિનાશક સેવે તેને અતિ મતિમાન. ૧૪-૧૫.