અધ્યાય-૧૬ ][ ૧૩૫
અર્થ : — જેઓ હંમેશાં શુદ્ધ ચિદ્રૂપમાં રક્ત નિર્જન સ્થાનમાં વસે
છે તે વંદવાયોગ્ય છે, તે ગુણવાન છે, તે ધન્ય છે અને તે તત્ત્વોમાં શ્રેષ્ઠ
છે. ૧૪.
જ્ઞાની મનુષ્ય ધ્યાન અને સ્વાધ્યાયના કારણરૂપ રાગ-દ્વેષ-મોહનો
નાશ કરનાર સુખદાયક નિર્જન સ્થાનનું સેવન કરે છે. ૧૫.
सुधाया लक्षणं लोका वदंति बहुधा मुधा ।
बाधाजंतुजनैर्मुक्तं स्थानमेव सतां सुधा ।।१६।।
भूमिगृहे समुद्रादितटे पितृवने वने ।
गुहादौ वसति प्राज्ञः शुद्धचिद्ध्यानसिद्धये ।।१७।।
લોક સુધાાનું લક્ષણ બહુધાા ભાખે તે તો વ્યર્થ તમામ,
સંતા – સુધાા તો બાધાા જંતુ જન વિણ નિર્જન સ્થાનનું નામ.
ભૂમિગૃહ વર સિંધાુ તટ પર, સ્મશાન વન ગિરિ – ગ¯રમાંય,
ચિદ્રૂપ ધયાનની સિદ્ધિ કાજે પ્રાજ્ઞ વસે નિર્જન સ્થળમાંય. ૧૬-૧૭.
અર્થ : — લોકો સુધાનું લક્ષણ અનેક પ્રકારે કહે છે, પરંતુ તે વૃથા
છે. સત્પુરુષોને તો બાધારહિત, જંતુરહિત અને મનુષ્ય રહિત એવું સ્થાન
તે જ અમૃત છે. ૧૬.
તત્ત્વજ્ઞાની શુદ્ધ આત્માના ધ્યાનની સિદ્ધિ કરવા માટે ભોંયરામાં
સમુદ્ર આદિના કાંઠે, સ્મશાનમાં; અરણ્યમાં કે ગુફા આદિમાં વસે છે. ૧૭.
विविक्तस्थानकाभावात् योगिनां जनसंगमः ।
तेषामालोकनेनैव वचसा स्मरणेन च ।।१८।।
जायते मनसः स्पंदस्ततो रागादयोऽखिलाः ।
तेभ्यः क्लेशो भवेत्तस्मान्नाशं याति विशुद्धता ।।१९।।
तया विना न जायेत शुद्धचिद्रूपचिंतनं ।
विना तेन न मुक्तिः स्यात् परमाखिलकर्मणां ।।२०।।