Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 136 of 153
PDF/HTML Page 144 of 161

 

background image
૧૩૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
तस्माद्विविक्तसुस्थानं ज्ञेयं क्लेशनाशनं
मुमुक्षुयोगिनां मुक्तेः कारणं भववारणं ।।२१।।
અર્થ :એકાંત સ્થાનકના અભાવથી યોગીઓને મનુષ્યોનો સંગ
થાય, (તેથી) તેમને જોવાથી, (તેમનાં) વચનોથી તથા સ્મરણથી તથા
મનની ચંચળતાથી થાય છે, તે (ના)થી રાગાદિ સમસ્ત દોષો થાય છે,
તેનાથી સંક્લેશ થાય છે, તેનાથી વિશુદ્ધતા નાશ પામે છે, વિશુદ્ધતા વિના
આત્મસ્વરૂપનું ચિંતન થાય નહિ અને આત્મચિંતન વિના પરમ અખિલ
કર્મથી છૂટવારૂપ મુક્તિ થતી નથી. ૧૮-૧૯-૨૦.
માટે મોક્ષાર્થી યોગીઓએ એકાંત નિર્વિકાર સ્થાનને સંક્લેશનો
નાશ કરનારી સંસારી ભ્રમણને અટકાવનાર મોક્ષનું કારણ જાણવું.