અધયાય ૧૭ મો
[શુદ્ધ ચિદ્રૂપમાં પ્રેમ વધે તે માટે વાસ્તવિક
સુખનું પ્રતિપાદન]
मुक्ताविद्रुमरत्नधातुरसभूवस्त्रान्नरुग्भूरुहां
स्त्रीभाश्वाहिगवां नृदेवविदुषां पक्षांबुगानामपि ।
प्रायः संतिपरीक्षकाः भुवि सुखस्यात्यल्पका हा यतो
दृश्यंते खभवे रताश्च बहुवः सौख्ये च नातींद्रिये ।।१।।
મોતી પ્રવાલ રત્ન ધાાતુ રસ ભૂમિ વસ્ત્ર સુરનર વ્યાધિા,
અન્ન વૃક્ષ સ્ત્રી નાગ અશ્વ કે પશુ પક્ષી વિદ્વાનાદિ;
બહુ પરીક્ષક એના જગમાં £ન્દ્રિય સુખ આસકત દિસે,
વિરલા માત્ર પરીક્ષક જગમાં રકત અતીન્દ્રિય સૌખ્ય વિષે. ૧.
અર્થ : — મોતી, પરવાળાં, રત્ન, ધાતુ, રસ, પૃથ્વી, વસ્ત્ર, અન્ન,
રોગ અને વૃક્ષોના સ્ત્રી, હાથી, ઘોડા, સર્પ, ગાય, બળદના, મનુષ્ય, દેવ
અને વિદ્વાનો, પક્ષીઓ તથા જળચર જીવોના જગતમાં પ્રાયે ઘણા
પરીક્ષકો છે પણ ખેદની વાત છે, કે સત્સુખના અતિ અલ્પ પરીક્ષકો છે,
કારણ કે ઇન્દ્રિયજન્ય સુખમાં મુખ્યત્વે સઘળા રક્ત છે, અતીન્દ્રિયસુખમાં
રક્ત દેખાતા નથી. ૧.
निर्द्रव्यं स्ववशं निजस्थमभयं नित्यं निरीहं शुभं
निर्द्वंदं निरुपद्रवं निरुपमं निर्बंधमूहातिगं ।
उत्कृष्टं शिवहेत्वदोषममलं यद्दुर्लभं केवलं
स्वात्मोत्थं सुखमीदृशं च स्वभवं तस्माद्विरुद्धं भवेत् ।।२।।