૧૩૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
આત્મિક સુખ તો નિજવશ નિરુપમ નિઃસ્પૃહ નિત્ય નિજસ્થ અહો!
નિરુપદ્રવ નિર્દ્રવ્ય અબંધાક વિણ ભય શુભ અતકર્ય લહો;
શ્રેÌ અદોષ અમલ શિવહેતુ દુર્લભ દ્વન્દ્વાતીત ગ્રહો,
આવું સુખ સ્વાત્મોત્થ લહો, તે વિરુદ્ધ £ન્દ્રિય સુખ ન ચહો. ૨.
અર્થ : — ધન (ની અપેક્ષા) રહિત, સ્વાધીન, આત્મામાં રહેલું,
ભયરહિત, નિત્ય, નિસ્પૃહ, શુભ, દ્વંદ્વરહિત, ઉપદ્રવરહિત, ઉપમા રહિત,
બંધરહિત તર્કથી પર સર્વોત્તમ, મોક્ષનું કારણ, દોષ રહિત, મળ રહિત
જે કેવળ દુર્લભ છે; એવું સ્વ આત્મામાંથી ઉત્પન્ન થતું સુખ છે અને
ઇન્દ્રિયજન્ય સુખ તેનાથી વિરુદ્ધ છે. ૨.
वैराग्यं त्रिविधं निधाय हृदये हित्वा च संगे त्रिधा
श्रित्वा सद्गुरुमागमं च विमलं धृत्वा च रत्नत्रयं ।
त्यक्त्वान्यैः सह संगतिं च सकलं रागादिकं स्थानके
स्थातव्यं निरुपद्रवेऽपि विजने स्वात्मोत्थसौख्याप्तये ।।३।।
ભવ તન ભોગ પ્રતિ Òદયે વૈરાગ્ય ધારી તજી સંગ ત્રિધાા,
સદ્ગુરુ તે નિર્મલ શ્રુત ભજતાં, રત્નત્રયને ધાારી મુદા;
અન્ય જીવોની સંગતિ તેમજ રાગાદિ તજી સઘાળાને,
સુખ સ્વાત્મોત્થ ચહે તે વસતા નિર્જન નિરુપદ્રવ સ્થાને. ૩.
અર્થ : — પોતાના આત્મામાંથી ઉત્પન્ન થતું સુખ મેળવવા માટે
હૃદયમાં (સંસાર, શરીર અને ભોગ પ્રત્યે તેમજ મન વચન કાયાથી)
ત્રિવિધ વૈરાગ્ય ધારણ કરીને ચેતન, અચેતન, મિશ્ર એમ ત્રણ પ્રકારનો
પરિગ્રહ છોડીને સદ્ગુરુનો અને નિર્દોષ સત્શાસ્ત્રનો આશ્રય કરીને,
રત્નત્રય ધારણ કરીને, અન્ય સાથેનો સંગ તથા સમસ્ત રાગાદિ ભાવો
તજીને ઉપદ્રવરહિત નિર્જન સ્થાનમાં રહેવું જોઈએ. ૩.
खसुखं न सुखं नृणां किंत्वभिलाषाग्निवेदनाप्रतीकारः ।
सुखमेव स्थितिरात्मनि निराकुलत्वाद्विशुद्धपरिणामात् ।।४।।