૧૪૦ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અટવી ગ્રામ નગર નગશિખરે જલધિા તરંગિણી તટ વસતા,
આશ્રમ ચૈત્ય ગુફા રથ મંદિર સભા આદિમાં સ્થિતિ કરતા;
મહાદુર્ગ નભ માર્ગ તંબૂ કે લતા મંMપે જઇ વસતા,
છતાં મોહી પરસમય રકત તે સત્સુખ લવ નહિ પાત્ર થતા. ૬.
અર્થ : — મોહને વશ થયેલા જીવ નગરમાં, ગામમાં, જંગલમાં,
પર્વતની ટોચ ઉપર, સમુદ્રના કાંઠે, મઠમાં, ગુફામાં, દેવાલયના
નિવાસમાં, સભામાં, રથ આદિમાં, મકાનમાં, મહાન કિલ્લામાં, સ્વર્ગમાં,
માર્ગમાં કે, આકાશમાં, લતામંડપમાં કે તંબૂમાં નિવાસ કરીને રહે; તોપણ
પરપદાર્થમાં રસ (હોવાથી) અલ્પાંશે પણ સુખનો ભોક્તા થઈ શકતો
નથી. ૬.
निगोते गूथकीटे पशुनृपतिगणे भारवाहे किराते
सरोगे मुक्तरोगे धनवति विधने बाहनस्थे च पद्गे ।
युवादौ बारवृद्धे भवति हि खसुखं तेन किं यत् कदाचित्
सदा वा सर्वदैवैतदपि किल यतस्तन्न चाप्राप्तपूर्वं ।।७।।
જીવ નિગોદે કે વિષ્ટામાં, પશુ નૃપ, ભીલ કો ભાર વહે,
રોગી નિરોગી ધાનિક દરિદ્રી પગ કે વાહનથી વિહરે;
બાલ યુવાન વૃદ્ધ એ સૌનાં £ન્દ્રિય સુખ કદી હોય સદા,
તોપણ તેનું કામ શું મરે અપૂર્વ નહિ તે સુલભ બધાાં. ૭.
અર્થ : — જે ઇન્દ્રિયજન્ય સુખ નિગોદમાં, વિષ્ટાના કીડામાં, પશુ
કે નૃપતિના સમૂહમાં, ભાર વહેનાર મજૂરમાં, ભીલમાં, રોગમાં,
નીરોગીમાં, ધનવાનમાં, ધનહીનમાં, વાહનમાં ફરનારમાં, પગે
ચાલનારમાં, યુવાન આદિમાં, બાળક કે વૃદ્ધમાં કોઈ વાર હોય છે; કદાચ
એ સદા સર્વદા હોય તો ય તેથી શું? (તેનાથી મારે શું પ્રયોજન છે?)
કારણ કે તે કદી મને મળ્યું ન હોય એવું અપૂર્વ નથી. ૭.
ज्ञेयावलोकनं ज्ञानं सिद्धानां भविनां भवेत् ।
आद्यानां निर्विकल्पं तु परेषां सविकल्पकं ।।८।।