અધ્યાય-૧૭ ][ ૧૪૧
જ્ઞેય પદાર્થો જાણે દેખે સિદ્ધ તથા સંસારી છતાં,
સંસારીનું જ્ઞાન વિકલ્પક, સિદ્ધતણું અવિકલ્પક ત્યાં. ૮.
અર્થ : — સિદ્ધ આત્માઓને, સંસારી જીવોને, જ્ઞેય પદાર્થનું દર્શન
જ્ઞાન થાય છે, પણ સિદ્ધોને તે જ્ઞાન દર્શન વિકલ્પરહિત હોય છે અને
સંસારીઓને (તે) વિકલ્પ સહિત હોય છે. ૮.
व्याकुलः सविकल्पः स्यान्निर्विकल्पो निराकुलः ।
कर्मबंधोऽसुखं चाद्ये कर्माभावः सुखं परे ।।९।।
નિર્વિકલ્પ તો નિરાકુલ ને વ્યાકુલ વિકલ્પવંત સદા,
કર્મનાશ સત્સૌખ્ય પ્રથમને, કર્મ-દુઃખયુત અન્ય બધાા. ૯.
અર્થ : — વિકલ્પ સહિત જીવ દુઃખી હોય છે અને નિર્વિકલ્પ
જીવ સુખી હોય છે. પ્રથમ (સવિકલ્પ)ને કર્મનો બંધ થાય છે અને
દુઃખ થાય છે. બીજાને ( – નિર્વિકલ્પને) કર્મનો અભાવ અને સુખ થાય
છે. ૯.
बहून् वारान् मया भुक्तं सविकल्पं सुखं ततः ।
तन्नापूर्वं निर्विकल्पे सुखेऽस्तीहा ततो मम ।।१०।।
પૂર્વે એ સવિકલ્પ સૌખ્ય મx અનુભવ્યું બહુ વાર અહા!
તેથી તે ન અપૂર્વ મને તો નિર્વિકલ્પ સુખ વિષે સ્પૃહા. ૧૦.
અર્થ : — સવિકલ્પ સુખ મેં ઘણીવાર ભોગવ્યું છે, તેથી તે (મારા
માટે) અપૂર્વ નથી, તેથી મને નિર્વિકલ્પ સુખ પ્રત્યે સ્પૃહા છે. ૧૦.
ज्ञेयज्ञानं सरागेण चेतसा दुःखमंगिनः ।
निश्चयश्च विरागेण चेतसा सुखमेव तत् ।।११।।
રાગાદિયુત ચિત્ત સહિત જો જાણે જ્ઞેય વસ્તુ દુઃખ તો;
પણ જો જાણે ચિત્ત-વિરાગે નિશ્ચયથી જીવને સુખ તો. ૧૧,
અર્થ
: — રાગયુક્ત ચિત્તથી જ્ઞેય પદાર્થનું જ્ઞાન પ્રાણીને દુઃખ