૧૪૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
આપે છે અને રાગરહિત મનથી તે જ્ઞાન સુખ જ છે, એ નિશ્ચય
છે. ૧૧.
रवेः सुधायाः सुरपादपस्य चिंतामणेरुत्तमकामधेनोः ।
दिवो षिदग्धस्य हरेरखर्वं गर्वं हरन् भो विजयी चिदात्मा ।।१२।।
સૂર્ય સુધાા સુરતરુ સુરમણિ કે સુરધોનુ સુરસદન મહા,
વિષ્ણુ આદિના ગર્વ હરે એ પ્રબળ ચિદાત્મા વિજયી અહા! ૧૨.
અર્થ : — હે આત્મન્! ચૈતન્યસ્વરૂપ શુદ્ધ આત્મા સૂર્યના,
અમૃતના, કલ્પવૃક્ષના, ચિંતામણિ રત્નના, ઉત્તમ કામધેનુના, દેવલોકના,
પંડિતના, વિષ્ણુના અખંડિત ગર્વને ચકચૂર કરીને અખંડ પ્રતાપવાન વર્તે
છે. ૧૨.
चिंता दुःखं सुखं शांतिस्तस्या एतत्प्रतीयते ।
तच्छांतिर्जायते शुद्धचिद्रूपे लयतोऽचला ।।१३।।
ચિંતા એ દુઃખ સુખ શાંતિ છે એ શાંતિથી પ્રતીત બને;
નિર્મલ ચિદ્રૂપમાં લય લાગ્યે અચલ શાંતિ પ્રગટે જીવને. ૧૩.
અર્થ : — ચિંતા એ દુઃખ છે, શાંતિ એ સુખ છે, આ વાત
શાંતિથી વિચારતાં પ્રતીતિમાં આવે છે. તે અચળ શાંતિ શુદ્ધ ચિદ્રૂપમાં
લય લાગવાથી પ્રગટ થાય છે. ૧૩.
मुंच सर्वाणि कार्याणि संगं चान्यैश्च संगतिं ।
भो भव्य ! शुद्धचिद्रूपलये वांछास्ति ते यदि ।।१४।।
નિર્મળ ચિદ્રૂપમાં લયની જો વાંછા છે હે ભવ્ય! તને,
તો તજ સર્વ કાર્ય, બહિરંતર સંગ સંગતિ અન્યજને. ૧૪.
અર્થ : — હે ભવ્ય! જો શુદ્ધ ચિદ્રૂપના લયની તને ઇચ્છા હોય,
તો સર્વ (બાહ્ય) કાર્યો તથા પરપદાર્થોનો બાહ્ય અને અંતર સંગ તું છોડી
દે. ૧૪.