અધ્યાય-૧૭ ][ ૧૪૩
मुक्ते बाह्ये परद्रव्ये स्यात्सुखं चेच्चितो महत् ।
सांप्रतं किं तदादोऽतः कर्मादौ न महत्तरं ।।१५।।
મુકત થતાં પરદ્રવ્ય બાıાથી જો જીવને સુખ અતીવ દીસે,
તો પછી કર્માદિથી મુકતને શ્રેÌ સૌખ્ય શું ના ઉલ્લસે? ૧૫.
અર્થ : — બાહ્ય પરદ્રવ્યનો ત્યાગ કરતાં જો આત્માને મહાન સુખ
થાય છે, તો હવે કર્માદિને છોડતાં આનાથી વિશેષ સુખ આત્માને કેમ
થાય? ૧૫.
इन्द्रियैश्च पदार्थानां स्वरूपं जानतोंऽगिनः ।
यो रागस्तत्सुखं द्वेषस्तद्दुःखं भ्रांतिजं भवेत् ।।१६।।
यो रागादिविनिर्मुक्तः पदार्थानखिलानपि ।
जानन्निराकुलत्वं यत्तात्त्विकं तस्य तत्सुखं ।।१७।।
પ્રાણી વસ્તુસ્વરુપ જાણતાં, માત્ર બાıા £ન્દ્રિય જ્ઞાને,
ત્યાં જે રાગ, ગણે સુખ તેને, દ્વેષ દુઃખ ભ્રમથી માને;
રાગાદિથી મુકત સંત જે સર્વ વસ્તુ જાણે તોયે,
નિરાકુલતા ત્યાં તેઓને, તે જ સૌખ્ય તાત્ત્વિક હો યે. ૧૬-૧૭.
અર્થ : — પદાર્થોનાં સ્વરૂપને ઇન્દ્રિયો વડે જાણતાં જીવને તેમાં જે
રાગ છે, તે ભ્રાંતિથી થતું સુખ છે અને જે દ્વેષ છે, તે ભ્રાંતિજન્ય દુઃખ
છે. ૧૬.
સર્વ પદાર્થોને જાણવા છતાં પણ જે જીવ રાગાદિથી અત્યંત મુક્ત
છે તેને જે નિરાકુળતા છે, તે તાત્ત્વિક (સાચું) સુખ છે. ૧૭.
इंद्राणां सार्वभौमानां सर्वेषां भावनेशिनां ।
विकल्पसाधनैः सार्थैर्व्याकुलत्वात्सुखं कुतः ।।१८।।
तात्त्विकं च सुखं तेषां ये मन्यंते ब्रुवंति च ।
एवं तेषामहं मन्ये महती भ्रांतिरुद्गता ।।१९।।