૧૪૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
શક્ર ચક્રી કે ભવનવાસીના £ન્દ્ર તણા £ન્દ્રિય વિષયો,
વિકલ્પકારક હોવાથી ત્યાં આકુળતા, સુખ કાાંથી કહો?
તે સુખને તાત્ત્વિક જે માને તથા વર્ણવે તે રુપે,
અહા! ભ્રાન્તિ મોટી તેઓને માનું ભમાવે ભવકૂપે. ૧૮-૧૯.
અર્થ : — ઇન્દ્રોના, ચક્રવર્તીઓના, સર્વ ભવનવાસી દેવોના,
ઇન્દ્રોના વિકલ્પના (રાગાદિનાં) સાધન એવા ઇન્દ્રિયવિષયોથી સુખ
ક્યાંથી હોય? કેમ કે ત્યાં વ્યાકુળતા છે. ૧૮.
તેઓના સુખને જે તાત્ત્વિક (સાચું) ગણે છે અને કહે છે, તેમને
મહાન ભ્રાંતિ ઉપજી છે, એમ હું માનું છું. ૧૯.
विमुच्य रागादि निजं तु निर्जने
पदे स्थिरतानां सुखमत्र योगिनां ।
विवेकिनां शुद्धचिदात्मचेतसां
विदां यदा स्यान्न हि कस्यचित्तथा ।।२०।।
(શિખરણી)
તજી રાગાદિને વિજન પદમાં સ્થિતિ ધારતા,
અહા! જ્ઞાની નિત્યે સ્વકીય પરનો ભેદ કરતા;
વિવેકા એ ચિત્તે સહજ નિજરુપે રત રહે,
વરે યોગી તેવું નિજ સુખ કદી અન્ય ન લહે. ૨૦.
અર્થ : — રાગાદિનો ત્યાગ કરી, નિર્જનસ્થળમાં સ્થિતિ કરનારને,
યોગીઓને, જડ ચેતનના ભેદજ્ઞાનરૂપ વિવેકવાળાઓને, શુદ્ધ
આત્મસ્વરૂપમાં જેમનું ચિત્ત લીન છે એવાઓને, આત્મજ્ઞાનીઓને અહીં
જેવું આત્મિક સુખ પ્રગટ થાય છે, તેવું (બીજા) કોઈને પ્રગટવું સંભવતું
નથી. ૨૦.