અધયાય ૧૮ મો
[શુદ્ધ ચિદ્રૂપની પ્રાપ્તિનો ક્રમ]
श्रुत्वा श्रद्धाय वाचा ग्रहणममपि दृढं चेतसा यो विधाय
कृत्वांतः स्थैर्यबुद्धया परमनुभवनं तल्लयं याति योगी ।
तस्य स्यात्कर्मनाशस्तदनु शिवपदं च क्रमेणेति शुद्ध-
चिद्रूपोऽहं हि सौख्यं स्वभवमिह सदासन्न भव्यस्य नूनं ।।१।।
(મંદાક્રાંતા છંદ)
‘શુદ્ધાત્મા હું, મુજ સ્વરુપ એ,’ સુણી શ્રદ્ધા કરીને,
ધાારે તેને મન વચનથી એક નિÌા ધારીને;
બુદ્ધિ ઉરે સ્થિર ધારી અતિ અન્યને ભિન્ન જાણે,
યોગી તે તો અનુભવ લહે લીનતા તત્ત્વતાને.
નિશ્ચે એવા નિકટભવિનાં કર્મ તો નાશ પામે,
પ્રાપ્તિ તેને શિવપદતણી, સિદ્ધિમાં તે વિરામે;
આવે એના ભવભ્રમણનાં દુઃખનો અંત પૂર્ણ,
ને એ સ્વાત્મોત્થિત સુખ સદાસ્વાદ પામે પ્રપૂર્ણ. ૧.
અર્થ : — ‘હું શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મા છું’ એમ સાંભળીને,
નિઃશંકપણે તે સત્ય છે એમ શ્રદ્ધા કરીને વાણીથી અને અંતર્વૃત્તિથી પણ
દ્રઢતાથી ગ્રહણ કરીને, અંતરમાં મનની સ્થિરતા કરી, સર્વોત્તમ એવો
શુદ્ધાત્માનો અનુભવ કરીને, જે યોગી તે સ્વાનુભવમાં લય પામે છે, તે
આસન્નભવ્યના કર્મનો ક્રમે કરીને અવશ્ય નાશ થાય છે અને ત્યાર પછી
(તેને) મોક્ષપદની પ્રાપ્તિ અને સદાકાળ રહેતું આત્મિક સુખ અહીં જ
પ્રાપ્ત થાય છે. ૧.