૧૪૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
गृहिभ्यो दीयते शिक्षा पूर्वं षट्कर्मपालने ।
व्रतांगीकरणे पश्चात्संयमग्रहणे ततः ।।२।।
यतिभ्यो दीयते शिक्षा पूर्वं संयमपालने ।
चिद्रूपचिंतने पश्चादयमुक्तो बुधैः क्रमः ।।३।।
શિક્ષા દેવી પ્રથમગૃહીને કર્મ ષટ્ પાલવાની,
લેવાં તેણે વ્રત પછી સ્થિતિ સંયમે ધાારવાની;
શિક્ષા દેવી પ્રથમ યતિને સંયમો પાલવાની,
ચિદ્રૂપે ચિંતન પછી કરે એ ક્રમે જ્ઞાની-વાણી. ૨-૩.
અર્થ : — ગૃહસ્થોને પહેલાં છ નિત્યકર્મના પાલનનો બોધ
આપવામાં આવે છે, પછી વ્રતો અંગીકાર કરવાની અને ત્યાર પછી સંયમ
ગ્રહણ કરવાની શિક્ષા અપાય છે. ૨.
મુનિઓને પ્રથમ સંયમ પાળવાની શિક્ષા અપાય છે અને પછી
ચિદ્રૂપનું ધ્યાન કરવાની શિક્ષા આપવામાં આવે છે; આ ક્રમ જ્ઞાનીઓએ
કહ્યો છે. ૩.
संसारभीतितः पूर्वं रुचिर्मुक्तिसुखे दृढा ।
जायते यदि तत्प्राप्तेरुपायः सुगमोस्ति तत् ।।४।।
युगपज्जायते कर्ममोचनं तात्त्विकं सुखं ।
लयाच्च शुद्धचिद्रूपे निर्विकल्पस्य योगिनः ।।५।।
લાગ્યે ભીતિ ભવતણી, ઉગે, મુકિતસૌખ્યે સુરુચિ,
મુકિતહેતુ સુગમ અતિ તો આદ્ય તે તીવ્ર રુચિ;
પામે યોગી સત્ સુખ અને કર્મ મુકિતય સાથે,
નિર્વિકલ્પી યદિ લય લહે શુદ્ધ ચિદ્રૂપમાં તે. ૪-૫.
અર્થ : — જો સૌથી પ્રથમ સંસારના ભયથી મોક્ષસુખમાં દ્રઢ રુચિ
ઉત્પન્ન થાય, તો તે મોક્ષસુખની પ્રાપ્તિનો સહેલો ઉપાય છે. ૪.