અધ્યાય-૧૮ ][ ૧૪૭
શુદ્ધ ચિદ્રૂપમાં તલ્લીન થવાથી નિર્વિકલ્પ યોગીને કર્મથી મુક્તિ
અને તાત્ત્વિક સુખ એકસાથે પ્રગટે છે. ૫.
अष्टावंगानि योगस्य यमो नियम आसनं ।
प्राणायामस्तथा प्रत्याहारो मनसि धारणा ।।६।।
ध्यानश्चैव समाधिश्च विज्ञायैतानि शास्त्रतः ।
सदैवाभ्यसनीयानि भदंतेन शिवार्थिना ।।७।।
(હરિગીત)
યમ નિયમ આસન તેમ પ્રાણાયામ પ્રત્યાહારને,
મનધાારણા સદ્ધયાને પ્રાંતે સમાધિા સાર જે;
સત્શાસ્ત્રથી જાણી યથારથ યોગનાં અષ્ટાંગ એ,
અભ્યાસ તેનો નિત્ય કરવો, સર્વ ભવ્ય શિવાર્થીએ. ૬-૭.
અર્થ : — યમ (આખા જીવન માટે અહિંસા, સત્ય, અસ્તેય,
બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ વ્રત અંશે કે પૂર્ણપણે પાળવા તે),
નિયમ (શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ધ્યાન અથવા ત્યાગ, મૌન,
ઉપવાસ વગેરે થોડા સમય માટે લેવામાં આવે તે નિયમ છે), આસન
(યોગનાં અનેક આસનોમાંથી એક આસને બેસવાનો દ્રઢ અભ્યાસ),
પ્રાણાયામ (શ્વાસજય), વિષયોથી ઇન્દ્રિયને પાછી વાળવી તે,
તત્ત્વસ્વરૂપ ધ્યેયને મનમાં ધારણ કરવું તે; ધ્યાન (ધ્યેયમાં વિશેષે
એકાગ્રતા), તથા સ્વરૂપમાં નિરંતર સ્થિતિ તે સમાધિ, આ યોગના
આઠ અંગ યોગશાસ્ત્રોથી જાણીને મોક્ષાર્થી ભવ્ય જીવે (તેમનો) નિત્ય
અભ્યાસ કરવા યોગ્ય છે. ૬-૭.
भावान्मुक्तो भवेच्छुद्धचिद्रूपोहमीतिस्मृतेः ।
यद्यात्मा क्रमतो द्रव्यात्स कथं न विधीयते ।।८।।
क्षणे क्षणे विमुच्येत शुद्धचिद्रूपचिंतया ।
तदन्यचिंतया नूनं बध्येतैव न संशयः ।।९।।