૧૪૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
હું શુદ્ધ ચિદ્રૂપ એમ સ્મરતાં ભાવમુક્ત થવાય જ્યાં,
આત્મા /મે કરી તો પછી શું દ્રવ્ય મુકત ન થાય ત્યાં;
ક્ષણ ક્ષણ મુકાયે કર્મથી જીવ શુદ્ધ ચિદ્રૂપ – ચિંતને,
બંધાાય તે પરદ્રવ્ય – ચિંતનથી ન સંશય સુજ્ઞને. ૮-૯.
અર્થ : — જો આત્મા હું શુદ્ધ ચિદ્રૂપ છું એમ સ્મરણ કરીને
ભાવથી મુક્ત થાય, તો ક્રમે ક્રમે તે દ્રવ્યથી મુક્ત કેમ ન થાય? ૮.
શુદ્ધ ચિદ્રૂપના ચિંતનથી (જીવ) ક્ષણે – ક્ષણે મુક્ત થાય (છે) અને
તેનાથી બીજી ચિંતા કરવાથી ખરેખર તે બંધાય જ (છે); એમાં સંશય
નથી. ૯.
सयोगक्षीणमिश्रेषु गुणस्थानेषु नो मृतिः ।
अन्यत्र मरणं प्रोक्तं शेषत्रिक्षपकैर्विना ।।१०।।
मिथ्यात्वेऽविरते मृत्या जीवा यांति चतुर्गतीः ।
सासादने विना श्वभ्रं तिर्यगादिगतित्रयं ।।११।।
ગુણસ્થાન ત્રીજે બારમે ને તેરમે મૃત્યુ નહ{,
ના ક્ષપક શ્રેણીમાં મરણ કıાãં અન્ય ગુણસ્થાનો મહ{;
મિથ્યાત્વ અવિરતિમાં મરણ થાતાં ચર્તુગતિ જીવ જતા,
સાસાદને મૃત્યુ થતાં વિણ નરક ત્રણ ગતિ પામતા. ૧૦-૧૧.
અર્થ : — તેરમા સયોગ કેવળી, બારમા ક્ષીણમોહ અને ત્રીજા
મિશ્ર ગુણસ્થાનોમાં મરણ થતું નથી. બીજાં ત્રણ ક્ષપક શ્રેણીના ૮-૯-
૧૦ ગુણસ્થાન વિના બાકીના બીજા ગુણસ્થાનોમાં મરણ થાય છે, એમ
કહ્યું છે. ૧૦.
પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં, ચોથા અવિરત સમ્યક્ત્વ
ગુણસ્થાનમાં, મરણ પામેલા જીવો ચાર ગતિમાંની કોઈ એક ગતિમાં જાય
છે, બીજા સાસાદન ગુણસ્થાનમાં મરણ પામેલા જીવ નરક સિવાય,
તિર્યંચ, મનુષ્ય ને દેવ એ ત્રણ ગતિમાંની કોઈ એક ગતિમાં જાય છે. ૧૧.