૪૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
મેં બધા ચેતન, અચેતન (પદાર્થો)ને જોયા અને જાણ્યા; ફક્ત
પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને કદી જાણ્યું નથી. ૧૩.
लोकज्ञाति श्रुतसुरनृपति श्रेयसां भामिनीनां
यत्यादीनां व्यवहृतिमखिलां ज्ञातवान् प्रायशोऽहं ।
क्षेत्रादीनामशकलोजगतो वा स्वभावं च शुद्ध –
चिद्रूपोऽहं ध्रुवमिति न कदा संसृतौ तीव्रमोहात् ।।१४।।
લોક જ્ઞાતિ તથા શાસ્ત્ર સુર નૃપતણિ,
નીતિરીતિ જાણી મx સર્વ પ્રાયે;
સ્ત્રી, મુનિ આદિના અખિલ વ્યવહારને,
તેમ મx જાણ્યો મુખ્યતાયે;
ક્ષેત્ર નદી આદિ સૌ જગત સંપૂર્ણના,
જાણવા ભાવ હું બહુ ય શાણો;
તીવ્ર મોહે છતાં ભવ વિષે હા કદી,
શુદ્ધ ચિદ્રૂપ હું ધા્રુવ ન જાણ્યો. ૧૪.
અર્થ : — સંસારમાં લોક, જ્ઞાતિ, શાસ્ત્ર, દેવ રાજા આદિની
સંપતિ, શ્રેય (કલ્યાણ), સ્ત્રી અને મુનિઓના સમસ્ત વ્યવહારોનું અથવા
દેશ, નગર, નદી, પર્વત આદિના ભાગોનું, જગતમાં સ્વભાવનું મેં ઘણું
કરીને જ્ઞાન કર્યું, (મેળવ્યું) પરંતુ તીવ્ર મોહને લીધે ‘હું ચેતનસ્વરૂપ
આત્મા છું’ એમ ખરેખર કદી જાણ્યું નહિ. ૧૪.
शीतकाले नदीतीरे वर्षाकाले तरोरधः ।
ग्रीष्मे नगशिरोदेशे स्थितो न स्वे चिदात्मनि ।।१५।।
विहितो विविधोपायैः कायक्लेशो महत्तमः ।
स्वर्गादिकांक्षया शुद्धं स्वस्वरूपमजानता ।।१६।।
अधीतानि च शास्त्राणि बहुवारमनेकशः ।
मोहतो न कदा शुद्धचिद्रूपप्रतिपादकं ।।१७।।