અધ્યાય-૫ ][ ૪૭
(શિખરિણી)
શિયાળામાં ©ભો સરિતાતટમાં શીત સહતો,
વળી વર્ષાકાળે તરુવરતળે સ્થિતિ ધારતો;
ઉનાળે અદ્રિના શિખર પર તાપે તપ તપ્યો,
ચિદાત્મામાં કિંતુ નિજ સ્થિતિ કરી હું ન વિરમ્યો. ૧૫.
તનુ કલેશે, ઇચ્છી સુરસુખ, તપ્યો ઘાોર તપ હું,
ન જાણ્યું, શુદ્ધાત્મસ્વરુપ સુખ તો તે કામ ચહું ?
ઘાણી રીતે શાસ્ત્રો, ફરી ફરી ઘાણાં હું ભણી ગયો,
છતાં શાસ્ત્રો બોધો સ્વરુપ તે મોહે નહિ ગણ્યો. ૧૬-૧૭.
અર્થ : — શિયાળામાં હું નદીના કિનારા ઉપર, વર્ષા ૠતુમાં
વૃક્ષની નીચે, ઉનાળામાં પર્વતના શિખર પ્રદેશમાં રહ્યો; પરંતુ પોતાના
ચૈતન્યસ્વરૂપ આત્મામાં રહ્યો નહિ. ૧૫.
મેં શુદ્ધ સ્વસ્વરૂપને ન જાણતાં, સ્વર્ગાદિની ઇચ્છાથી વિવિધ
ઉપાયો દ્વારા મહાન કાયક્લેશ કર્યો. ૧૬.
તથા ઘણી વાર અનેક પ્રકારે શાસ્ત્રો ભણ્યા, પરંતુ મોહવશ થઈને
શુદ્ધ આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરનાર શાસ્ત્ર કદી ભણ્યો નહિ. ૧૭.
न गुरुः शुद्धचिद्रूपस्वरूपप्रतिपादकः ।
लब्धो मन्ये कदाचितं विनाऽसौ लभ्यते कथं ।।१८।।
सचेतने शुभे द्रव्ये कृता प्रीतिरचेतने ।
स्वकीये शुद्धचिद्रूपे न पूर्वं मोहिना मया ।।१९।।
ગુરુ જ્ઞાની શુદ્ધ સ્વરુપ નિજ બોધો પ્રવીણ જે,
મªયા નો તો કાાંથી સ્વરુપ નિજ પામું હું વિણ તે ?
કરી પ્રીતિ સારા જીવ અજીવ દ્રવ્યે પર છતાં,
કરી ના મોહે મx, વિમલ નિજ રુપે Lરી જતાં. ૧૮-૧૯.