૪૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ : — મને લાગે છે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનું નિરૂપણ
કરનાર સદ્ગુરુ (મને) કદી મળ્યા નથી. તે સદ્ગુરુ વિના આ શુદ્ધ
ચિદ્રૂપની પ્રાપ્તિ કેમ કરીને થાય? ૧૮.
મનને પ્રિય એવા સચેતન, અચેતન પદાર્થોમાં મોહી એવા મેં પૂર્વે
પ્રીતિ કરી પણ આત્માને પ્રિય એવા શુદ્ધ ચિદ્રૂપમાં પ્રીતિ કરી નહિ. ૧૯.
दुष्कराण्यपि कार्याणि हा शुभान्यशुभानि च ।
बहूनि विहितानीह नैव शुद्धात्मचिंतनं ।।२०।।
पूर्वं या विहिता क्रिया किल महामोहोदयेनाखिल
मूढत्वेन मयेह तत्र महतीं प्रीतिं समातन्वता ।
चिद्रूपाभिरतस्य भाति विषवत् सा मंदमोहस्य मे
सर्वस्मिन्नधुना निरीहमनसोऽतोधिग् विमोहोदयं ।।२१।।
व्यक्ताव्यक्तविकल्पानां वृंदैरापूरितो भृशं ।
लब्धस्तेनावकाशो न शुद्धचिद्रूप चिंतने ।।२२।।
ઘાણાં એવાં કીધાાં શુભ અશુભ કાર્યો કિLન હા !
છતાં શુદ્ધાત્માનું કદી નહિ કર્યું ચિંતન મહા.
ક્રિયા પૂર્વે જે જે સકલ કરી મx મોહ ઉદયે,
રતિ વિસ્તારી ત્યાં અતિશય મહા મૂઢ મતિયે;
હવે ભાસે તે સૌ વિષ સમ મને મોહ વિધારયે,
સ્વરુપે લાગ્યો હું નિરીહ પરમાં, મોહ ધિાક્ એ.
મને વ્યકતાવ્યકત પ્રતિપળ વિકલ્પે પૂરણને,
મળી ના નિવૃત્તિ નિજ વિમલ ચિદ્રૂપ મનને. ૨૦-૨૧-૨૨.
અર્થ : — અહા! મેં અહીં અનેક શુભ અને અશુભ દુષ્કર કાર્યો
કર્યા છે, પણ શુદ્ધ આત્માનું ચિંતન નથી જ કર્યું. ૨૦.