અધ્યાય-૫ ][ ૪૯
પૂર્વે મહા મોહના ઉદયે મૂઢતાથી તેમાં અત્યંત પ્રીતિ કરનાર એવા
મેં જે ક્રિયા અહીં ખરેખર કરી છે, તે બધી ક્રિયા મોહ જેનો મંદ થયો
છે અને ચિદ્રૂપમાં રતિ થઈ છે એવા મને સર્વમાં નિસ્પૃહબુદ્ધિથી થવાથી
હવે ઝેર જેવી લાગે છે, તેથી અત્યંત મોહના ઉદયને ધિક્કાર છે. ૨૧.
હું વ્યક્ત અને અવ્યક્ત વિકલ્પોના સમૂહથી અત્યંત ભરેલો છું,
તેથી મને શુદ્ધ ચિદ્રૂપના ચિંતવનમાં અવકાશ મળ્યો નથી. ૨૨.