અધયાય ૬ Õો
[શુદ્ધ ચિદ્રૂપનાં સ્મરણમાં નિશ્ચળતાનો બોધ ]
जानंति ग्रहिलं हतं ग्रहगणैर्ग्रस्तं पिशाचैरुजा
मग्नं भूरि परीषहैर्विकलतां नीतं जराचेष्टितं ।
मृत्यासन्नतया गतं विकृतितां चेद् भ्रांतिमंतं परे
चिद्रूपोऽहमिति स्मृतिप्रवचनं जानंतु मामंगिनः ।।१।।
ચિદ્રૂપ ચિંતન તત્પર મુજને દુર્ભગ ભ્રમિત ભલે જન કહે,
કે ઉન્મત્ત, પિશાચે પીિMત, વ્યાધિાગ્રસ્ત વિપરીત ગ્રહે;
મંદ પ્રબળ પરિષહથી વિકૃત જરા મરણ સન્મુખ ગણે,
ચિદ્રૂપ હું એ સ્મૃતિ વચનરુપ, રે ! જન જાણો તથ્યપણે. ૧.
અર્થ : — જો અન્ય પ્રાણીઓ મને ગ્રહો વડે ગ્રહાયેલો, હણાયેલો,
ભૂત પિશાચ વડે પકડાયેલો, રોગથી પીડિત, અત્યંત પરિષહોથી વિકલ
થયેલો અને વૃદ્ધાવસ્થા પામેલો, મૃત્યુની નજદીક પહોંચેલો, વિકૃત
અવસ્થા પામેલો, ભ્રાંતિવાળો માને છે તો તમે એમ સમજો કે હું તો
ચૈતન્યસ્વરૂપ છું — એ સ્મરણમાં રાખવા યોગ્ય ઉત્તમ પ્રવચનરૂપ – શુદ્ધ
ચિદ્રૂપ છું. ૧.
उन्मत्तं भ्रांतियुक्तं गतनयनयुगं दिग्विमूढं च सुप्तं
निश्चिंतं प्राप्तमूर्च्छं जलवहनगतं बालकावस्थमेतत् ।
स्वस्याधीनं कृतं वा ग्रहिलगतिगतं व्याकुलं मोहधूर्त्तैः
सर्वं शुद्धात्मदृग्भीरहितमपि जगद् भाति भेदज्ञचित्ते ।।२।।
શુદ્ધ આત્મદર્શન હીન જગ આ ભેદ જ્ઞાનીને ચિત્ત દીસે,
હા ! ઉન્મત્ત ભ્રમિત નેત્રહીણ દિગ્મૂઢ ગાઢ સુષુપ્તિ વિષે;