અધ્યાય-૬ ][ ૫૧
પાગલ મૂર્છાગત અવિચારી, જલપ્રવાહમાં વહી જતું,
અજ્ઞ બાલસમ મોહ Lગોને વશ વ્યાકુલ વિશેષ થતું. ૨.
અર્થ : — શુદ્ધ આત્મદર્શનથી રહિત, આ સર્વ જગત્ પણ
ભેદજ્ઞાનીના ચિત્તમાં ઉન્મત્ત, ભ્રાંતિયુક્ત, બન્ને નેત્રરહિત, દિશા ભૂલેલું,
ગાઢ નિદ્રામાં સૂતેલું, અવિચારી, મૂર્ચ્છા પામેલું, જળના પ્રવાહમાં તણાતું,
બાળકના જેવી અજ્ઞાન અવસ્થાવાળું અથવા મોહરૂપી ઠગોથી પીડિત દશા
પામેલું હોય તેવું અને મોહ ઠગે પોતાને આધીન કરેલું, વ્યાકુળ થયેલું
જણાય છે. ૨.
स्त्रीणां भर्त्ता बलानां हरय इव धरा भूपतीनां स्ववत्सो
धेनूनां चक्रवाक्या दिनपतिरतुलश्चातकानां घनार्णः ।
कासाराद्यब्धराणाममृतमिव नृणां वा निजौकः सुराणां
वैद्यो रोगातुराणां प्रिय इव हृदि मे शुद्धचिद्रूपनामा ।।३।।
સ્ત્રીના ચિત્ત વિષે પ્રિય ભર્તા, બલભદ્રોને પ્રાણ હરિ,
ભૂપને ભૂમિ, વત્સ ધોનુને, ચક્રવાકને તિમિરારિ;
ચાતકને જલધાર, દેવોને સ્વર્ગ, જનોને પ્રિય સુધાા,
પ્રિય વિમલ ચિદ્રૂપ મુજ ચિત્તે, રોગાતુરને વૈદ્ય યથા. ૩.
અર્થ : — સ્ત્રીઓના ચિત્તને જેમ પતિ, બળભદ્રોને વાસુદેવ,
રાજાઓને પૃથ્વી, ગાયોને પોતાના વાછરડાં, ચક્રવાકીને સૂર્ય, ચાતકોને
મેઘનું પાણી, જળચરોને તળાવ આદિ, મનુષ્યોને અમૃત અથવા દેવોને
સ્વર્ગ, રોગથી પીડાયેલાઓને વૈદ્ય અનુપમ પ્રિય હોય છે; તેમ મારા
હૃદયમાં શુદ્ધચિદ્રૂપ જેનું નામ છે એવો આત્મા અત્યંત પ્રિય છે. ૩.
शापं वा कलयंति वस्तुहरणं चूर्णं बधं ताडनं
छेदं भेदगदादिहास्यदहनं निदाऽऽपदापीडनं ।
पव्यग्न्यब्ध्यगपंककूपवनभूक्षेपापमानं भयं
केचिच्चेत् कलयंतु शुद्धपरमब्रह्मस्मृतावन्वहं ।।४।।