૫૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
પરમ બ્રÙ ચિંતન તલ્લીન હું મને કોઇ ભય શાપ દીએ,
વસ્તુહરણ, ચૂરણ, વધા, તાMન, છેદ, ભેદ, બહુ દુઃખ દીએ;
ગિરિ અગ્નિ અબ્ધિા નવ કૂપે ફxકે વજો હણે ભલે,
ભલે હાસ્ય નિંદાદિ કરો, પણ અલ્પચિત્ત મુજ નહિ મળે. ૪.
અર્થ : — શુદ્ધ પરમાત્માની સ્મૃતિમાં સર્વદા લીન એવા મને જો
કોઈ શાપ આપે અથવા વસ્તુઓનું હરણ કરે, ચૂરચૂર કરે, વધ કરે,
તાડન કરે, છેદે, ભેદે, ગદાદિથી મારે, બાળે, મશ્કરી કરે, નિંદે, પીડે,
વજ્ર મારા ઉપર ફેંકે, અગ્નિમાં, સમુદ્રમાં, પર્વત કે વૃક્ષ ઉપરથી નીચે
ફેંકે, કાદવમાં, કૂવામાં, વનમાં કે ભૂમિ ઉપર ફેંકે, અપમાનિત કરે કે
ભય ઉપજાવે તો ભલે તેમ કરો. ૪.
चंद्रार्कभ्रमवत्सदा सुरनदीधारौधसंपातव –
ल्लोकेस्मिन् व्यवहारकालगतिवद् द्रव्यस्य पर्यायवत् ।
लोकाधस्तलवातसंगमनवत् पद्मादिकोद्भूतिवत्
चिद्रूपस्मरणं निरंतरमहो भूयाच्छिवाप्त्यैमम् ।।५।।
ચંદ્ર સૂર્ય ગતિ જેમ નિરંતર, સુર નદીવહન સદાય યથા,
પલ પલ કાલ ગતિ સમ લોકે, દ્રવ્ય વિષે પર્યાય સદા;
લોક નીચે ઘાન આદિ પવનવત્ જલમાં કમલોત્પત્તિ યથા,
ચિદ્રૂપસ્મરણ નિરંતર ચિત્તે શિવદાયી મુજ બનો તથા. ૫.
અર્થ : — આ લોકમાં સદાય સૂર્ય ચંદ્રના ભ્રમણની પેઠે, ગંગા
નદીના પ્રવાહના વહનની માફક, વ્યવહારકાળની ગતિની પેઠે, દ્રવ્યની
પર્યાયની જેમ, લોકની નીચે ધનવાત, તનવાત વગેરે પવનોના નિરંતર
ગમનની માફક, (સરોવરોમાં) કમળ આદિની નિરંતર ઉત્પત્તિ થયા કરે
છે તેમ અહો, મારા મનમાં પણ નિરંતર શુદ્ધ આત્માનું સ્મરણ થયા કરો
કે જેથી મને મોક્ષરૂપ પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય. ૫.
इति हृत्कमले शुद्धचिद्रूपोऽहं हि तिष्ठतु ।
द्रव्यतो भावतस्तावद् यावदंगे स्थितिर्मम ।।६।।