૫૪ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ : — જે કારણથી, નિશ્ચયથી, ક્યાંય પણ ક્યારેય, કંઈ પણ
(બીજું) ઉત્તમ નથી, તે કારણે, શુદ્ધચિદ્રૂપને ક્ષણે ક્ષણે અનંતવાર નમસ્કાર
હો. ૮.
બાહ્ય અને અંતરંગ પરિગ્રહ, શરીર, નરેન્દ્ર અને સુરેન્દ્રનાં પદ,
કર્મબંધ આદિ ભાવ, વિદ્યા, વિજ્ઞાન – કળા કૌશલ્યા, શોભા, બળ, જન્મ,
ઇન્દ્રિયોનાં સુખ, કીર્તિ, રૂપ, પ્રતાપ, રાજ્ય, પર્વત, નામ, વૃક્ષ, કાળ,
આસ્રવ, પૃથ્વી, પરિવાર, વાણી, મન, વાહન, બુદ્ધિ, દીપ્તિ, તીર્થંકરપણું
નિશ્ચયથી અનિત્ય છે, (તેથી) પરમ અચલ એવા એક શુદ્ધચિદ્રૂપનું
સ્મરણ કર. ૯.
रागाद्या न विधातव्याः सत्यसत्यपि वस्तुनि ।
ज्ञात्वा स्वशुद्धचिद्रूपं तत्र तिष्ठ निराकुलः ।।१०।।
સર્વ શુભાશુભ વસ્તુ પ્રતિ કદી, ન કરો રાગાદિ ભાવ,
જાણી નિર્મલ નિજ ચિદ્રૂપ ત્યાં, સ્થિર નિરાકુળ થાય;
`નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૦.
અર્થ : — સારા કે ખોટા અથવા વર્તમાન, તેમજ ભૂત-ભવિષ્યના
પદાર્થોમાં પણ રાગ-દ્વેષ આદિ કર્તવ્ય નથી. પોતાના શુદ્ધ ચેતનસ્વરૂપ
આત્માને જાણીને ત્યાં નિરાકુળ સુખસ્વરૂપે સ્થિર થા. ૧૦.
चिद्रूपोऽहं स मे तस्मात्तं पश्यामि सुखी ततः ।
भवक्षितिर्हितं मुक्तिर्निर्यासोऽयं जिनागमे ।।११।।
ચિદ્રૂપ હું તે મારું તેથી તે, જો. તો સુખ થાય;
ભવ ક્ષય મુકિત શ્રેય પમાય, તે સાર જિનાગમાંય.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૧.
અર્થ
: — હું ચૈતન્યસ્વરૂપ છું, તે (આત્મા) મારો છે, માટે હું તેને
જોઉં છું એટલે સુખી છું. આ ભવનો ક્ષય, આત્મહિત, મોક્ષ છે, એ
જિનાગમનું રહસ્ય – સાર છે. ૧૧.