અધ્યાય-૬ ][ ૫૫
चिद्रूपे केवले शुद्धे नित्यानंदमये यदा ।
स्वे तिष्ठति तदा स्वस्थं कथ्यते परमार्थतः ।।१२।।
ચિદ્રૂપ કેવલ શુદ્ધસ્વરુપ એ નિત્યાનંદે પ્રપૂર્ણ,
તે નિજ સ્વરુપે રે સ્થિર તો નિશ્ચયે, સ્વસ્થ કıાો સંપૂર્ણ.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૨.
અર્થ : — જ્યારે આત્મા નિત્યાનંદમય કેવળ પોતાના શુદ્ધચિદ્રૂપમાં
સ્થિર થાય છે, ત્યારે પરમાર્થથી સ્વસ્થપણે સમાધિરૂપ કહેવાય છે. ૧૨.
निश्चलः परिणामोऽस्तु स्वशुद्धचिति मामकः ।
शरीरमोचनं यावदिव भूमौ सुराचलः ।।१३।।
નિર્મળ નિજ ચિદ્રૂપ વિષે રહો, નિશ્ચલ મુજ પરિણામ;
દેહ જતાં પણ એ ન ચળો કદા, મેરુ ચલે નહિ નામ.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૩.
અર્થ : — જ્યાં સુધી શરીર છૂટ્યું નથી, ત્યાં સુધી પૃથ્વી ઉપર
મેરુ પર્વતની જેમ, સ્વ શુદ્ધ આત્મામાં મારા પરિણામ નિશ્ચલ રહો. ૧૩.
सदा परिणतिर्मेऽस्तु शुद्धचिद्रूपकेऽचला ।
अष्टमीभूमिकामध्ये शुभा सिद्धशिला यथा ।।१४।।
નિર્મલ નિજ ચિદ્રૂપ વિષે સદા, મુજ પરિણતિ હો અકંપ;
જેમ વિરાજે રે અષ્ટમી ભૂમિમાં, સિદ્ધશિલા નિષ્કંપ.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૪.
અર્થ : — જેમ આઠમી ભૂમિ (પૃથ્વી)ના અગ્રભાગે મોક્ષસ્થાનમાં
પવિત્ર સિદ્ધશિલા નિશ્ચળ છે, તેમ શુદ્ધ ચિદ્રૂપમાં મારા ભાવ સદા નિશ્ચળ
રહો. ૧૪.
चलंति सन्मुनीन्द्राणां निर्मलानि मनांसि न ।
शुद्धचिद्रूपसद्ध्यानात् सिद्धक्षेत्राच्छिवा यथा ।।१५।।