૫૬ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
નિર્મળ ચિદ્રૂપ ધયાન થકી કદી સંત મુનિવર્ય ચિત્ત;
લેશ ચળે ના સિદ્ધિક્ષેત્રથી સિદ્ધો જ્યમ ત્યાં સુસ્થિત.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૫.
અર્થ : — જેમ સિદ્ધક્ષેત્રથી સિદ્ધો ચળતા નથી તેમ શુદ્ધ આત્માના
ઉત્તમ ધ્યાનથી, મુનીન્દ્રોનાં નિર્મળ મન ચળતાં નથી. ૧૫.
मुनीश्वरैस्तथाभ्यासो दृढः सम्यग्विधीयते ।
मानसं शुद्धचिद्रूपे यथाऽत्यंतं स्थिरीभवेत् ।।१६।।
શુદ્ધ સ્વરુપે રે નિશ્ચલ ધયાનનો, સમ્યગ્ દ્રઢ અભ્યાસ;
સેવો એવો રે જ્ઞાની મુનીશ્વરો, અચલ લહે નિજવાસ.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૬.
અર્થ : — મુનિવરો સ્વ શુદ્ધ આત્મામાં મનની એકાગ્રતારૂપ એવો
દ્રઢ સમ્યક્ અભ્યાસ કરે છે, કે જેથી તે અત્યંત સ્થિર થાય છે. ૧૬.
सुखे दुःखे महारोगे क्षुधादीनामुपद्रवे ।
चतुर्विधोपसर्गे च कुर्वे चिद्रूपचिंतनं ।।१७।।
સુખ દુઃખ સમયે રે મહાવ્યાધિા વિષે, ભીષણ ઉપદ્રવ માંય;
ઉપસર્ગાદિ રે આવ્યે ના ચૂકું, ચિદ્રૂપ ચિંતન જરાય.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૭.
અર્થ : — સુખમાં, દુઃખમાં, મહારોગમાં, ભૂખ આદિ ઉપદ્રવોમાં
અને ચાર પ્રકારના ઉપસર્ગ આવી પડે, ત્યારે શુદ્ધઆત્માનું ચિંતન
કરું. ૧૭.
निश्चलं न कृतं चित्तमनादौ भ्रमतो भवे ।
चिद्रूपे तेन सोढानि महादुःखान्यहो मया ।।१८।।
નિજ ચિદ્રૂપમાં રે નિશ્ચલ ચિત્ત હા ! ન ધાર્યું મx કોઇવાર;
ભમતાં ભવમાં રે, તેથી અનાદિથી દુઃખ પામ્યો હું અપાર.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૮.