અધ્યાય-૬ ][ ૫૭
અર્થ : — અનાદિથી સંસારમાં ભમતાં મેં ચિદ્રૂપમાં ચિત્તને
નિશ્ચલ કર્યું નહિ, તેથી અહોહો! આશ્ચર્ય છે કે મેં મહાન દુઃખો સહન
કર્યાં. ૧૮.
ये याता यांति यास्यंति निर्वृत्तिं पुरुषोत्तमाः ।
मानसं निश्चलं कृत्वः स्वे चिद्रूपे न संशयः ।।१९।।
જે નરરત્નો રે મુકિતમાં ગયા, જાયે, જાશે સદાય;
નિજ ચિદ્રૂપે રે નિશ્ચલ મન કરી, સૌ નિઃશંક શિવ થાય.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૧૯.
અર્થ : — જે ઉત્તમ પુરુષો મોક્ષે ગયા છે, જાય છે અને જશે
તે સર્વે પોતાના ચૈતન્યસ્વરૂપ આત્મામાં મનને એકાગ્ર કરીને (ગયા છે,
જાય છે અને જશે) એમાં સંશય નથી. ૧૯.
निश्चलोंऽगी यदा शुद्धचिद्रूपोऽहमिति स्मृतौ ।
तदैव भावमुक्तिः स्यात्क्रमेण द्रव्यमुक्तिभाग् ।।२०।।
‘નિર્મલ ચિદ્રૂપ હું’ જન એમ જ્યાં સ્મરણે નિશ્ચલ થાય;
ભાવમુકિત તો ત્યાં જ ક્રમે પછી દ્રવ્યે મુકિત વરાય.
નિર્મળ ચિદ્રૂપ નિશ્ચલ સેવીએ. ૨૦.
અર્થ : — ‘હું શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા છું’ એમ સ્મરણ કરતાં
જ્યારે આત્મદ્રવ્ય નિશ્ચળ થાય છે, ત્યારે જ ભાવમોક્ષ થાય છે અને
અનુક્રમે દ્રવ્યમોક્ષને યોગ્ય (પણ) થાય છે. ૨૦.