અધયાય ૭ મો
[શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં નયોના અવલંબનનું વર્ણન]
न यामि शुद्धचिद्रूपे लयं यावदहं दृढं ।
न मुंचामि क्षणं तावद् व्यवहारावलंबनं ।।१।।
નિર્મળ ચિદ્રૂપમાં નિશ્ચલપણે, લય જ્યાં સુધાી ન પમાય;
ત્યાં સુધાી અવલંબન વ્યવહારનું, ક્ષણ પણ દૂર ન કરાય,
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૧.
અર્થ : — શુદ્ધ ચિદ્રૂપમાં જ્યાં સુધી હું દ્રઢ લય ન પામું, ત્યાં
સુધી વ્યવહારનો આશ્રય ક્ષણ પણ છોડું નહિ. ૧.
अशुद्धं किल चिद्रूपं लोके सर्वत्र दृश्यते ।
व्यवहारनयं श्रित्वा शुद्धं बोधदृशा क्वचित् ।।२२।।
અસહજ ચિદ્રૂપ લોકવિષે બધો, વ્યવહારે તો જણાય;
નિશ્ચયનયરુપ જ્ઞાનદ્રષ્ટિ થક˘ી, શુદ્ધ કવચિત્ દેખાય.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૨.
અર્થ : — વ્યવહારનયના આશ્રયથી જોતાં લોકમાં સર્વત્ર ખરેખર
અશુદ્ધ ચિદ્રૂપ દેખાય છે. નિશ્ચયદ્રષ્ટિથી જોતાં શુદ્ધ ચિદ્રૂપ ક્યાંક ક્યારેક
જણાય છે.
चिद्रूपे तारतम्येन गुणस्थानाच्चतुर्थतः ।
मिथ्यात्वाद्युदयाद्यख्यमलापायाद् विशुद्धता ।।३।।
મિથ્યાત્વાદિ રે પ્રકૃતિરુપ જ્યાં મલક્ષય આરંભ થાય;
ચિદ્રૂપ શુદ્ધિ રે /મથી ચતુર્થ એ, ગુણસ્થાનેથી ગણાય.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૩.