અધ્યાય-૭ ][ ૫૯
અર્થ : — મિથ્યાત્વ આદિના ઉદયરૂપ મિથ્યાત્વ મોહનીય વગેરે
(અને અનંતાનુબંધી ક્રોધ વગેરે કષાય) મળ દૂર થવાથી ચોથા
ગુણસ્થાનથી માંડીને તારતમ્યતાથી ચિદ્રૂપમાં વિશુદ્ધતા આવીને વધે
છે. ૩.
मोक्षस्वर्गार्थिनां पुंसां तात्त्विकव्यवहारिणां ।
पंथाः पृथक् पृथक् रूपो नागरागारिणामिव ।।४।।
જુદા ગામે રે જાતા પથિકના જુદા માર્ગો ભળાય;
મોક્ષાર્થી નિશ્ચય, વ્યવહારને, સ્વર્ગાર્થી તેમ ચહાય.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૪.
અર્થ : — મોક્ષના ઇચ્છુક પુરુષોનો અને સ્વર્ગના ઇચ્છક
પુરુષોનો અનુક્રમે નિશ્ચયના આશ્રયરૂપ તાત્ત્વિક અને વ્યવહારના
આશ્રયરૂપ અતાત્ત્વિક જુદા જુદા નગરમાં જનાર પથિકોની જેમ ભિન્ન-
ભિન્નરૂપ માર્ગ છે. ૪.
चिंताक्लेशकषायशोकबहुले देहादिसाध्यात्परा-
धीने कर्मनिबन्धनेऽतिविषमे मार्गे भयाशान्विते ।
व्यामोहे व्यवहारनामनि गतिं हित्वा व्रजात्मन् सदा
शुद्धे निश्चयनामनीह सुखदेऽमुत्रापि दोषोज्झिते ।।५।।
હે! આત્મન્ એ કલેશ કષાયયુત વિષમ અતિ વ્યવહાર;
ચિંતા આશારે શોક ભયે ભર્યો, સ્વાધાીન વળી નહિ લગાર.
કર્મ નિબંધાન ને વ્યામોહકર, જાણી તજ વ્યવહાર;
દોષ રહિત નિશ્ચય ભજ શુદ્ધ એ લોકદ્વયે સુખકાર.
નિર્મળ ચિદ્રૂપમાં લય હો સદા. ૫.
અર્થ : — ચિંતા, ક્લેશ, ક્રોધાદિ કષાય, શોકાદિ અત્યંત જેમાં છે
તે દેહાદિથી સાધ્ય હોવાથી પરાધીન, કર્મ નિબંધન રૂપ, ભય અને
આશાયુક્ત, મૂંઝવણ કરનાર, વ્યવહાર નામના અતિ વિષમ માર્ગમાં