આત્માને સંબોધવા માટે મેં [एकमनसां] એકાગ્રચિત્તથી [दोहाः] આ
દોહા [कृताः] રચ્યા છે. ૩.
આવા ભયંકર સંસારમાં જીવને રખડવાનું કારણઃ —
कालु अणाइ अणाइ जीउ भव - सायरु जि अणंतु ।
मिच्छा - दंसण-मोहियउ णवि सुहदुक्ख जि पत्तु ।।४।।
कालः अनादिः अनादिः जीवः भवसागरः एव अनन्तः ।
मिथ्यादर्शनमोहितः नापि सुखं दुःखमेव प्राप्तवान् ।।४।।
જીવ, કાળ, સંસાર આ, કહ્યા અનાદિ અનંત;
મિથ્યામતિ મોહે દુઃખી, કદી ન સુખ લહંત. ૪
અન્વયાર્થઃ — [कालः अनादिः] કાલ અનાદિ છે, [जीवः
अनादिः] જીવ અનાદિ છે અને [भवसागरः एव अनन्तः] ભવસાગર
અનંત છે તેમાં [मिथ्यादर्शन मोहितः] મિથ્યાદર્શનથી મોહિત જીવ [न
अपि सुखं] સુખ તો પામ્યો જ નથી, [दुःखं एव प्राप्तवान्] એકલું દુઃખ
જ પામ્યો છે. ૪
ત્યારે જીવ ચાર ગતિમાં ભમતો કેમ અટકે?
जइ बीहउ चउ-गइ-गमणा तो पर-भाव चएहि ।
अप्पा झायहि णिम्मलउ जिम सिव-सुक्ख लहेहि ।।५।।
यदि भीतः चतुर्गतिगमनात् ततः परभावं त्यज ।
आत्मानं ध्याय निर्मलं यथा शिवसुखं लभसे ।।५।।
ચાર ગતિ દુઃખથી ડરે, તો તજ સૌ પરભાવ;
શુદ્ધાતમ ચિંતન કરી, લે શિવસુખનો લાભ. ૫
અન્વયાર્થઃ — હે જીવ! [यदि] જો તું [चतुर्गतिगमनात्] ચાર
યોગસાર
[ ૩