ગતિના ભ્રમણથી [भीतः] ડરતો હો [ततः] તો [परभावं त्यज]
પરભાવનો ત્યાગ કર અને [निर्मलं आत्मानं] નિર્મલ આત્માનું [ध्याय]
ધ્યાન કર, [यथा] કે જેથી [शिवसुखं] તું મોક્ષસુખને [लभसे] પામ. ૫
હવે એ ચિંતન કેમ કરવું તે કહે છેઃ —
ति-पयारो अप्पा मुणहि परु अंतरु बहिरप्पु ।
पर सायहि अंतर-सहिउ बाहिरु चयहि णिमंतु ।।६।।
त्रिप्रकारः आत्मा(इति)मन्यस्व परः आन्तर बहिरात्मा ।
परं ध्याय आन्तरसहितः बाह्यं त्यज निर्भ्रान्तम् ।।६।।
ત્રિવિધ આત્મા જાણીને, તજ બહિરાતમ રૂપ;
થઈ તું અંતર આતમા, ધ્યા પરમાત્મ સ્વરૂપ. ૬
અન્વયાર્થઃ — [परः अन्तरः बहिरात्मा त्रिप्रकारः आत्मा मन्यस्व]
પરમાત્મા, અન્તરાત્મા, બહિરાત્મા એ રીતે આત્મા ત્રણ પ્રકારે છે એમ
જાણો. [निर्भ्रान्तं] નિઃશંકપણે [बाह्यं त्यज] બહિરાત્માને છોડ અને [आन्तर
सहितः] અન્તરાત્મા થઈને [परं ध्याय] પરમાત્માનું ધ્યાન કર. ૬.
હવે બહિરાત્માનું સ્વરૂપ કહે છેઃ —
मिच्छा-दसण-मोहियउ परु अप्पा ण मुणेइ ।
सो बहिरप्पा जिण-भणिउ पुण संसार भमेइ ।।७।।
मिथ्यादर्शनमोहितः परं आत्मानं न मनुते ।
स बहिरात्म जिनभणितः पुनः संसारे भ्रमति ।।७।।
મિથ્યામતિથી મોહી જન, જાણે નહિ પરમાત્મા;
તે બહિરાતમ જિન કહે, તે ભમતો સંસાર. ૭
અન્વયાર્થઃ — [मिथ्यादर्शनमोहितः] મિથ્યા દર્શનથી મોહિત જે
૪ ]
યોગીન્દુદેવવિરચિતઃ