યોગસાર
[ ૫
જીવ [परं आत्मानं] પરમાત્માને [न मनुते] જાણતો નથી [सः] તે
[बहिरात्मा जिनभणितः] બહિરાત્મા છે એમ જિનભગવાને કહ્યું છે, તે
બહિરાત્મા [पुनः] ફરી ફરી [संसारे] સંસારમાં [भ्रमति] પરિભ્રમણ કરે
છે. ૭.
હવે અંતરાત્માનું સ્વરૂપ વર્ણવે છેઃ —
जो परियाणइ अप्पु परु जो परभाव चएइ ।
सो पंडिउ अप्पा मुणहु सो संसारु मुएइ ।।८।।
यः परिजानाति आत्मानं परं यः परभावं त्यजति ।
सः पंडितः आत्मा इति मन्यस्व स संसारं मुञ्चति ।।८।।
પરમાત્માને જાણીને, ત્યાગ કરે પરભાવ;
તે આત્મા પંડિત ખરો, પ્રગટ લહે ભવપાર. ૮
અન્વયાર્થઃ — [यः] જે [परं आत्मानं] પરમાત્માને
[परिजानाति] જાણે છે, [यः] જે [परभावं] પરભવનો [त्यजति] ત્યાગ
કરે છે [सः पंडितः आत्मा] તે પંડિત (અન્તર) આત્મા છે. [मन्यस्व]
એમ તું જાણ, [सः] તે અન્તરાત્મા [संसारं] સંસારને [मुञ्चति] છોડે
છે. ૮.
પરમાત્માનું સ્વરૂપઃ —
णिम्मलु णिक्कलु सुद्धु जिणु विण्हु बुद्धु सिव संतु ।
सो परमप्पा जिण-भणिउ एहउ जाणि णिभंतु ।।९।।
निर्मलः निष्कलः शुद्धः जिनः विष्णुः बुद्धः शिवः शांतः ।
स परमात्मा जिनभणितः एतत् जानीहि निर्भ्रान्तम् ।।९।।
નિર્મળ, નિષ્કલ, જિનેન્દ્ર, શિવ, સિદ્ધ, વિષ્ણુ, બુદ્ધ, શાંત;
તે પરમાત્મા જિન કહે, જાણે થઈ નિર્ભ્રાન્ત. ૯