૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ
અન્વયાર્થઃ — જે [निर्मलः] નિર્મલ, [निष्कलः] નિષ્કલ,
[शुद्धः] શુદ્ધ, [जिनः] જિન, [विष्णुः] વિષ્ણુ, [बुद्धः] બુદ્ધ, [शिवः] શિવ
અને [शांतः] શાંત છે, [सः] તે [परमात्मा जिनभणितः] પરમાત્મા છે
એમ જિનભગવાને કહ્યું છે, [एतत् निर्भ्रांतं जानीहि] એ વાતને તમે
નિઃશંક જાણો. ૯.
બહિરાત્મા પરને પોતારૂપ માને છેઃ —
देहादिउ जे परि कहिया ते अप्पाणु मुणेइ ।
सो बहिरप्पा जिणभणिउ पुणु संसारु भमेइ ।।१०।।
देहादयः ये परे कथिताः तान् आत्मानं मन्यते ।
स बहिरात्मा जिनभणितः पुनः संसारं भ्रमति ।।१०।।
દેહાદિક જે પર કહ્યાં, તે માને નિજરૂપ;
તે બહિરાતમ જિન કહે, ભમતો બહુ ભવકૂપ. ૧૦
અન્વયાર્થઃ — [ये देहादयः] જે દેહાદિ [परे] પર [कथिताः]
કહેવામાં આવ્યા છે [तान्] તેમને જે [आत्मानं] પોતારૂપ [मन्यते]
માને છે. [सः] તે [बहिरात्मा जिनभणितः] બહિરાત્મા છે એમ
જિનભગવાને કહ્યું છે, તે [पुनः] વારંવાર [संसारं] સંસારમાં [भ्रमति]
ભમે છે. ૧૦.
ગુરુ-ઉપદેશ
देहादिउ जे परि कहिया ते अप्पाणुं ण होहिं ।
इउ जाणेविणु जीव तुहुं अप्पा अप्प मुणेहि ।।११।।
देहादयः ये परे कथिताः ते आत्मा न भवन्ति ।
इति ज्ञात्वा जीव ! त्वं आत्मा आत्मानं मन्यस्व ।।११।।