દેહાદિક જે પર કહ્યાં, તે નિજરૂપ ન થાય;
એમ જાણીને જીવ તું, નિજરૂપને નિજ જાણ. ૧૧
અન્વયાર્થઃ — [देहादयः] દેહાદિ [ये परे कथिताः] કે જે ‘પર’
કહેવામાં આવે છે [ते] તે [आत्मा न भवन्ति] નિજરૂપ નથી – [इति
ज्ञात्वा] એમ જાણીને [जीव] હે જીવ! [त्वं] તું [आत्मानं] પોતાને
[आत्मा] નિજરૂપ [मन्यस्व] જાણ. ૧૧.
આત્મજ્ઞાની જ નિર્વાણ પામે છેઃ —
अप्पा अप्पउ जइ मुणहि तो णिव्वाणु लहेहि ।
पर अप्पा जइ मुणहि तुहुं तो संसार भमेहि ।।१२।।
आत्मा आत्मानं यदि मन्यसे ततः निर्वाणं लभसे ।
परं आत्मानं यदि मन्यसे त्वं ततः संसारं भ्रमसि ।।१२।।
નિજને જાણે નિજરૂપ, તો પોતે શિવ થાય;
પરરૂપ માને આત્માને, તો ભવભ્રમણ ન જાય. ૧૨
અન્વયાર્થઃ — [यदि] જો તું [आत्मानं] પોતાને [आत्मा]
પોતારૂપ [मन्यसे] જાણીશ, [ततः] તો તું [निर्वाणं] નિર્વાણને [लभसे]
પામીશ તથા [यदि] જો [त्वं] તું [आत्मानं] પોતાને [परं] પરરૂપ [मन्यसे]
માનીશ, [ततः] તો [संसारं] સંસારમાં [भ्रमसि] ભમીશ. ૧૨.
ઇચ્છા વગરનું તપ જ નિર્વાણનું કારણ છેઃ —
इच्छा-रहियाउ तव करहि अप्पा अप्पु मुणेहि ।
तो लहु पावहि परम-गई फु डु संसारु ण एहि ।।१३।।
इच्छारहितः तपः करोषि आत्मा आत्मानं मन्यसे ।
ततः लघु प्राप्नोषि परमगतिं स्फु टं संसारं न आयासि ।।१३।।
યોગસાર
[ ૭