૮ ]
યોગીન્દુદેવવિરચિતઃ
વિણ ઇચ્છા શુચિ તપ કરે, જાણે નિજરૂપ આપ;
સત્વર પામે પરમપદ, તપે ન ફરી ભવતાપ. ૧૩
અન્વયાર્થઃ — જો તું [इच्छारहितः] ઇચ્છા રહિત થઈને [तपः]
તપ [करोषि] કરીશ, [आत्मानं आत्मा मन्यसे] પોતાને પોતારૂપ જાણીશ,
[ततः] તો તું [लघु] શીઘ્ર જ [परमगतिं] પરમ ગતિને [प्राप्नोषि] પામીશ
અને તું [स्फु टं] નિશ્ચયથી ફરી [संसारं] સંસારમાં [न आयासि] આવીશ
નહિ. ૧૩.
બંધ અને મોક્ષનું કારણઃ —
परिणामें बंधु जि कहिउ मोक्ख वि तह जि वियाणि ।
इउ जाणेविणु जीव तुहुं तहभाव हु परियाणि ।।१४।।
परिणामेन बंधः एव कथितः मोक्षः अपि तथा विजानीहि ।
इति ज्ञात्वा जीव ! त्वं भावान् खलु परिजानीहि ।।१४।।
બંધ મોક્ષ પરિણામથી, કર જિનવચન પ્રમાણ;
નિયમ ખરો એ જાણીને, યથાર્થ ભાવે જાણ. ૧૪
અન્વયાર્થઃ — [परिणामेन एव] પરિણામથી જ [बंधः] બંધ
[कथितः] કહ્યો છે [तथा एव] તેવી જ રીતે [मोक्षः अपि] મોક્ષ પણ
[विजानीहि] જાણ. (મોક્ષ પણ પરિણામથી જ થાય છે) [इति ज्ञात्वा]
એમ જાણીને [जीव] હે જીવ! [त्वं] તું [तान् भावन्] તે ભાવોને [खलु]
બરાબર [परिजानीहि] જાણ. ૧૪.
પુણ્યથી પણ મુક્તિ નથીઃ —
अह पुणु अप्पा णवि मुणहि पुण्णु जि करहि असेस ।
तो वि ण पावहि सिद्ध-सुहु पुणु संसारु भमेस ।।१५।।