Yogsar Doha (Gujarati). Gatha: 16.

< Previous Page   Next Page >


Page 9 of 58
PDF/HTML Page 19 of 68

 

background image
अथ पुनरात्मानं नैव मन्यसे पुण्यं एव करोषि अशेषम्
ततः अपि न प्राप्नोषि सिद्धिसुखं पुनः संसारं भ्रमसि ।।१५।।
નિજરૂપ જો નથી જાણતો, કરે પુણ્ય બસ પુણ્ય;
ભમે તો ય સંસારમાં, શિવસુખ કદી ન થાય. ૧૫.
અન્વયાર્થ[अथ पुनः] વળી જો તું [आत्मानं एव] પોતાને
તો [न एव मन्यसे] જાણતો નથી અને [अशेषं पुण्यं एव करोषि] સર્વથા
એકલું પુણ્ય જ કરતો રહીશ, [ततः अपि] તોપણ તું [पुनः] વારંવાર
[संसारं भ्रमसि] સંસારમાં જ ભ્રમણ કરીશ પણ [सिद्धसुखं] શિવસુખને
[न प्राप्नोषि] પામી શકીશ નહિ. ૧૫.
એક આત્મદર્શન જ મોક્ષનું કારણ છેઃ
अप्पा-दंसणु एक्कु परु अण्णु ण किं पि वियाणि
मोक्खहं कारण जोइया णिच्छइँ एहउ जाणि ।।१६।।
आत्मदर्शनं एकं परं अन्यत् न किमपि विजानीहि
मोक्षस्य कारणं योगिन् ! निश्चयेन् एतत् जानीहि ।।१६।।
નિજ દર્શન બસ શ્રેષ્ઠ છે, અન્ય ન કિંચિત્ માન;
હે યોગી! શિવ હેતુ એ, નિશ્ચયથી તું જાણ. ૧૬
અન્વયાર્થ[योगिन्] હે યોગી! [एकं परं आत्मादर्शनं] એક
પરમ આત્મદર્શન જ [मोक्षस्य कारणं] મોક્ષનું કારણ છે [अन्यत् न किं
अपि विजानीहि] અન્ય કાંઈ પણ મોક્ષનું કારણ નથી, [एतत् निश्चयेन
जानीहि] આમ ખરેખર તું જાણ. ૧૬.
શુદ્ધ આત્માને જાણવો તે જ ખરેખર મોક્ષ પામવાનો ઉપાય
છેઃ
યોગસાર
[ ૯