Yogsar Doha (Gujarati). Gatha: 35-36.

< Previous Page   Next Page >


Page 19 of 58
PDF/HTML Page 29 of 68

 

background image
आत्मानं आत्मना यः मन्यते यः परभाव त्यजति
स प्राप्नोति शिवपुरीगमनं जिनवरः एवं भणति ।।३४।।
આત્મભાવથી આત્મને, જાણે તજી પરભાવ;
જિનવર ભાખે જીવ તે, અવિચળ શિવપુર જાય. ૩૪
અન્વયાર્થ[यः] જે [आत्मना आत्मानं मन्यते] આત્માથી
આત્માને જાણે છે (પોતાથી પોતાને જાણે છે) અને [यः] જે [परभावं]
પરભાવને [त्यजति] છોડી દે છે [सः] તે [शिवपुरीगमनं प्राप्नोति]
શિવપુરીમાં જાય છે, [एवं] એમ [जिनवरः भणति] જિનવર કહે છે. ૩૪.
વ્યવહારથી નવતત્ત્વને જાણોઃ
छह दव्वईं जे जिणकहिया णव पयत्थ जे तत्त
विवहारेण य उत्तिया ते जाणियहि पयत्त ।।३५।।
षड् द्रव्याणि ये जिनकथिताः नव पदार्थाः यानि तत्त्वानि
व्यवहारेण च उक्तानि तानि जानिहि प्रयतः (सन्) ।।३५।।
ષડ્ દ્રવ્યો જિનઉક્ત જે, પદાર્થ નવ જે તત્ત્વ;
ભાખ્યાં તે વ્યવહારથી, જાણો કરી પ્રયત્ન. ૩૫
અન્વયાર્થ[जिनकथिताः] જિનવરદેવે કહેલાં [यानि षड्
द्रव्याणि नव पदार्थाः तत्त्वानि च] જે છ દ્રવ્યો, નવ પદાર્થો અને સાત
તત્ત્વો છે [ये] કે જે [व्यवहारेण उक्तानि] વ્યવહારથી કહેવામાં આવ્યાં
છે; [तानि] તેમને તું [प्रयतः] પ્રયત્નશીલ થઈને [जानीहि] જાણ (તેમને
તું નિર્ણયપૂર્વક જાણ). ૩૫.
સર્વ પદાર્થોમાં એક જીવ જ સારભૂત છેઃ
सव्व अचेयण जाणि जिय एक्क सचेयणु सारु
जो जाणेविणु परम-मुणि लहु पावइ भवपारु ।।३६।।
યોગસાર
[ ૧૯