सर्वं अचेतनं जानीहि जीव एकः सचेतनः सारः ।
यं ज्ञात्वा परममुनिः लघु प्राप्नोति भवपारम् ।।३६।।
શેષ અચેતન સર્વ છે, જીવ સચેતન સાર;
જાણી જેને મુનિવરો, શીઘ્ર લહે ભવપાર. ૩૬
અન્વયાર્થઃ — [सर्वं अचेतनं जानीहि] (પુદ્ગલાદિ) સર્વને
(પાંચ દ્રવ્યોને) અચેતન જાણો. [सारः एकः जीवः सचेतनः] સારભૂત
કેવલ એક જીવ જ સચેતન છે. [यं ज्ञात्वा] કે જેને જાણીને [परममुनिः]
પરમ મુનિ [लघु] શીઘ્ર જ [भवपारं प्राप्नोति] સંસારનો પાર પામે છે. ૩૬.
વ્યવહારનો મોહ ત્યાગવો જરૂરી છે. શુદ્ધ આત્માને જાણવાથી
જ સંસારનો પાર પમાય છેઃ —
जइ णिम्मलु अप्पा मुणहि छंडिवि सहु व्यवहारु ।
जिण-सामिउ एमइ भणइ लहु पावइ भवपारु ।।३७।।
यदि निर्मलं आत्मानं मन्यसे त्यक्त्वा सर्वं व्यवहारम् ।
जिनस्वामी एवं भणति लघु प्राप्यते भवपारः ।।३७।।
જો શુદ્ધાતમ અનુભવો, તજી સકલ વ્યવહાર;
જિનપ્રભુજી એમ જ ભણે, શીઘ્ર થશો ભવપાર. ૩૭
અન્વયાર્થઃ — [यदि] જો [सर्वं व्यवहारं] સર્વ વ્યવહારને
[त्यक्त्वा] છોડીને [निर्मलं आत्मानं] નિર્મલ આત્માને [मन्यसे] તું જાણીશ
તો તું [लघु] શીઘ્ર જ [भवपारः प्राप्यते] સંસારથી પાર પામીશ, [एवं]
એમ [जिनस्वामी भणति] જિનેશ્વર ભગવાન કહે છે. ૩૭.
ભેદ જ્ઞાન સર્વસ્વ છેઃ —
जीवाजीवहं भेउ जो जाणइ तिं जाणियउ ।
मोक्खहं कारण एउ भणई जोइ जइहिं भणिउं ।।३८।।
૨૦ ]
યોગીન્દુદેવવિરચિતઃ