Yogsar Doha (Gujarati). Gatha: 39-40.

< Previous Page   Next Page >


Page 21 of 58
PDF/HTML Page 31 of 68

 

background image
जीवा जीवयोः भेदं यः जानाति तेन ज्ञातम्
मोक्षस्य कारणं एतत् भण्यते योगिन् योगिभिः भणितम् ।।३८।।
જીવઅજીવના ભેદનું જ્ઞાન તે જ છે જ્ઞાન;
કહે યોગીજન યોગી હે! મોક્ષહેતુ એ જાણ. ૩૮
અન્વયાર્થ[योगिन्] હે યોગી! [यः] જે [जीवाजीवयोः
भेदं] જીવ-અજીવનો ભેદ [जानाति] જાણે છે [तेन ज्ञातं] તેણે સર્વસ્વ
જાણ્યું છે, [एतत्] એને [मोक्षस्य कारणं] મોક્ષનું કારણ [भण्यते] કહ્યું
છે એમ [योगिभिः भणितं] યોગીશ્વરોએ કહ્યું છે. ૩૮.
આત્મા કેવલજ્ઞાનસ્વભાવી છેઃ
केवल-णाण-सहाउ सो अप्पा मुणि जीव तुहुं
जइ चाहहि सिव-लाहु भणइ जोइ जोइहिं भणिउं ।।३९।।
केवलज्ञानस्वभावः स आत्मा (इति) मन्यस्व जीव त्वम्
यदि इच्छसि शिवलाभं भण्यते योगिन् योगिभिः भणितम् ।।३९।।
યોગી કહે રે જીવ તું, જો ચાહે શિવલાભ;
કેવલજ્ઞાનસ્વભાવી આ આત્મતત્ત્વને જાણ. ૩૯
અન્વયાર્થ[योगिन्] હે યોગી! [यदि] જો [त्वं] તું [शिव-
लाभं इच्छसि] મોક્ષ પામવા ચાહતો હો તો [केवलज्ञानस्वभावः आत्मा सः
जीवः भण्यते] કેવલજ્ઞાનસ્વભાવી આત્મા છે તેને જીવ કહ્યો છે [मन्यस्व]
એમ તું જાણ, [योगिभिः भणितं] એમ યોગીશ્વરોએ કહ્યું છે. ૩૯.
જ્ઞાનીને દરેક જગ્યાએ એક આત્મા જ દેખાય છેઃ
को (?) सुसमाहि करउ को अंचउ छोपु-अछोपु करिवि को वंचउ
हल सहि कलहु केण समाणउ
जहिं कहिं जोवउ तहिं अप्पाणउ ।।४०।।
યોગસાર
[ ૨૧