कः (अपि) सुसमाधिं करोतु कः अर्चयतु स्पर्शास्पर्श कृत्वा कः वञ्चयतु ।
मैत्रीं सह कलहं केन समानयतु यत्र कुत्र पश्यतु तत्र आत्मा ।।४०।।
કોણ કોની મૈત્રી કરે, કોની સાથે કલેશ;
જ્યાં દેખું ત્યાં સર્વ જીવ, શુદ્ધ બુદ્ધ જ્ઞાનેશ. ૪૦
અન્વયાર્થઃ — [कः सुसमाधिं करोतु] ભલે કોઈ સુસમાધિ
કરો. [कः स्पर्शास्पर्शं कृत्वा वञ्चयतु] કોઈ સ્પર્શાસ્પર્શ કરીને વંચના
(માયા) કરો, [केन सह मैत्रीं कलहं समानयतु] કોઈની સાથે મૈત્રી કે
કોઈની સાથે કલહ કરો, [यत्र कुत्र पश्यतु तत्र आत्मा] જ્યાં ક્યાંય જુઓ
ત્યાં એક (કેવલ) આત્મા જ આત્મા દેખો. ૪૦.
અનાત્મજ્ઞાની કુતીર્થોમાં ભમે છેઃ —
ताम कुतित्थइं परिभमइ घुत्तिम ताम करेइ ।
गुरुहु पसाए जाम णवि अप्पा-देउ मुणेइ ।।४१।।
तावत् कुतीर्थानि परिभ्रमति धूर्तत्वं तावत् करोति ।
गुरोः प्रसादेन यावत् नैव आत्मदेवं मन्यते ।।४१।।
સદ્ગુરુ વચન પ્રસાદથી, જાણે ન આતમદેવ;
ભમે કુતીર્થે ત્યાં સુધી, કરે કપટના ખેલ. ૪૧
અન્વયાર્થઃ — [गुरोः प्रसादेन] ગુરુ પ્રસાદથી [यावत्] જ્યાં
સુધી જીવ [आत्मदेवं] આત્મદેવને [न एव मन्यते] જાણતો નથી, [तावत्]
ત્યાં સુધી તે [कुतीर्थानि परिभ्रमति] કુતીર્થોમાં પરિભ્રમણ કરે છે [धूर्तत्वं
तावत् करोति] અને ત્યાં સુધી તો ધૂર્તપણું (ઢોંગ) કરે છે. ૪૧.
દેહ દેવાલયમાં જિનદેવ છેઃ —
तित्थहिं देवलि देउ णवि इम सुइकेवलि-वुत्तु ।
देहा-देवलि देउ जिणु एहउ जाणि णिरुत्तु ।।४२।।
૨૨ ]
યોગીન્દુદેવવિરચિતઃ