तीर्थेषु देवालये देवः नैवः एवं श्रुतकेवल्युक्त म् ।
देहदेवालये देवः जिनः एतत् जानीहि निश्चितम् ।।४२।।
તીર્થ – મંદિરે દેવ – નહિ – એ શ્રુતકેવળીવાણ;
તન મંદિરમાં દેવ જિન, તે નિશ્ચયથી જાણ. ૪૨
અન્વયાર્થઃ — [तीर्थेषु देवालये] તીર્થોમાં અને દેવાલયમાં [देवः
न एव] દેવ નથી [एवं] એમ [श्रुतकेवल्युक्त ] શ્રુતકેવલીએ કહ્યું છે,
[देहदेवालये] દેહ-દેવાલયમાં [देवः जिनः] જિનદેવ છે-[एतत्] એમ
[निश्चितं] તમે નક્કી [जानीहि] જાણો. ૪૨.
દેવાલયમાં દેવ નથીઃ —
देहा-देवलि देउ जिणु जणु देवलिहिं णिएइ ।
हासउ महु पडिहाइ इहु सिद्धे भिक्ख भमेइ ।।४३।।
देहदेवालये देवः जिनः जनः देवालयेषु (तं) पश्यति ।
हास्यं मम प्रतिभाति इह सिद्धे (सति) भिक्षां भ्रमति ।।४३।।
તન – મંદિરમાં દેવ જિન, જન દેરે દેખંત;
હાસ્ય મને દેખાય આ, પ્રભુ ભિક્ષાર્થે ભમંત. ૪૩
અન્વયાર્થઃ — [देहदेवालये] દેહ-દેવાલયમાં [जिनः देवः]
જિનદેવ છે; પણ [जनः] લોકો [देवालयेषु] તેને (ઇંટ પત્થરનાં)
દેવાલયોમાં [पश्यति] દેખે છે-તે [मम] મને [हास्यं प्रतिभाति]
હાસ્યાસ્પદ લાગે છે, [इह] એ વાત એવી છે કે કોઈ મનુષ્ય [सिद्धे]
સિદ્ધિ (ધનાદિકની સિદ્ધિ) હોવા છતાં પણ [भिक्षां भ्रमति] ભિક્ષા
માટે ભટકે છે. ૪૩.
સમભાવરૂપ ચિત્તથી પોતાના દેહમાં જિનદેવને દેખઃ —
યોગસાર
[ ૨૩