मुढा देवलि देउ णवि णवि सिलि लिप्पइ चित्ति ।
देहा-देवलि देउ जिणु सो बुज्झहि समचित्ति ।।४४।।
मूढ देवालये देवः नैव नैव शिलायां लेप्ये चित्रे ।
देहदेवालये देवः जिनः तं बुध्यस्व समचित्ते ।।४४।।
નથી દેવ મંદિર વિષે, દેવ ન મૂર્તિ, ચિત્ર;
તન - મંદિરમાં દેવ જિન, સમજ થઈ સમચિત્ત. ૪૪
અન્વયાર્થઃ — [मूढ] હે મૂઢ! [देवः] દેવ [देवालये न एव]
દેવાલયમાં પણ નથી, [शिलायां लेप्ये चित्रे न एव] એવી રીતે કોઈ
પત્થર, લેપ કે ચિત્રમાં પણ નથી. [जिनः देवः] જિનદેવ તો [देहदेवालये]
દેહ-દેવાલયમાં છે [तं] તેને તું [समचित्ते] સમચિત્તથી (શાંતભાવે)
[बुद्धस्व] જાણ. ૪૪.
જ્ઞાનથી જ દેહ-દેવાલયમાં પરમાત્માને દેખે છેઃ —
तित्थइ देउलि देउ जिणु सव्वु वि कोइ भणेइ ।
देहा-देउलि जो मुणइ स्ते बुहु को वि हवइ ।।४५।।
तीर्थे देवकुले देवः जिनः (इति) सर्वः अपि कश्चित् भणति ।
देहदेवकुले यः मन्यते सः बुधः कः अपि भवति ।।४५।।
તીર્થ – મંદિરે જિન, લોક કથે સહુ એમ;
વિરલા જ્ઞાની જાણતા, તન – મંદિરમાં દેવ. ૪૫
અન્વયાર્થઃ — [तीर्थे देवकुले] તીર્થમાં અને દેવાલયમાં [जिनः
देवः] જિન દેવ છે, એમ [सर्वः अपि कश्चित्] સર્વ કોઈ [भणति] કહે
છે પણ [यः] જે [देहदेवकुले] દેહ-દેવાલયમાં [मन्यते] જિનદેવને જાણે
[सः बुधः] એવા પંડિત તો [कः अपि भवति] કોઈ વિરલા જ હોય
છે. ૪૫.
૨૪ ]
યોગીન્દુદેવવિરચિતઃ