गलति] અને આશા પણ જતી નથી; [मोहः] મોહ [स्फु रति] સ્ફુરે છે
પણ [आत्महितं] આત્મહિત [न एव] સ્ફુરતું નથી – [एवं] આ રીતે જીવ
[संसारं भ्रमति] સંસારમાં ભમે છે. ૪૯.
આત્મામાં રમણ કરનાર નિર્વાણને પામે છેઃ —
जेहउ मणु विसयहं रमइ तिमु जइ अप्प मुणेइ ।
जोइउ भणइ हो जोइयहु लहु णिव्वाणु लहेइ ।।५०।।
यथा मनः विषयाणां रमते तथा यदि आत्मानं मन्यते ।
योगी भणति भो योगिनः लघु निर्वाणं लभ्यते ।।५०।।
જેમ રમતું મન વિષયમાં તેમ જો આત્મે લીન;
શીઘ્ર મળે નિર્વાણપદ ધરે ન દેહ નવીન. ૫૦
અન્વયાર્થઃ — [भो योगिनः] હે યોગીજનો! [यथा] જેવી
રીતે [मनः] મન [विषयाणां रमते] વિષયોમાં રમે છે [तथा] તેવી રીતે
[यदि] જો તે [आत्मानं मन्यते] આત્માને જાણે-આત્મામાં રમે તો [लघु]
શીઘ્ર જ [निर्वाणं लभ्यते] નિર્વાણ મળે, એમ [योगी भणति] યોગી કહે
છે. ૫૦.
આત્મભાવનાથી સંસારનો પાર પમાયઃ —
जेहउ जज्जरु णरय – धरु तेहउ बुज्झि सरीरु ।
अप्पा भावहि णिम्मलउ लहु पावहि भवतीरु ।।५१।।
यथा जर्जरं नरकगृहं तथा बुध्यस्व शरीरम् ।
आत्मानं भावय निर्मलं लघु प्राप्नोषि भवतीरम् ।।५१।।
નર્કવાસ સમ જર્જરિત જાણો મલિન શરીર;
કરી શુદ્ધાતમ ભાવના, શીઘ્ર લહો ભવતીર. ૫૧
અન્વયાર્થઃ — હે જીવ! [यथा] જેવી રીતે [नरकगृहं]
યોગસાર
[ ૨૭