Yogsar Doha (Gujarati). Gatha: 52-53.

< Previous Page   Next Page >


Page 28 of 58
PDF/HTML Page 38 of 68

 

background image
નરકસ્થાન [जर्जरं] દુર્ગંધથી જર્જરિત છે [तथा] તેવી રીતે [शरीरं बुध्यस्व]
શરીરને પણ મલમૂત્ર આદિથી જર્જરિત જાણ. તેથી [निर्मलं आत्मानं
भावय] નિર્મલ આત્માની ભાવના કર, તો તું [लघु] શીઘ્ર જ [भवतीरं
प्राप्नोषि] સંસારથી પાર પામીશ. ૫૧.
વ્યવહારમાં ડૂબેલા જીવો આત્માને ઓળખી શકતા નથીઃ
धंधइ पडियउ सयल जगि णवि अप्पा हु मुणंति
तहिं कारणि ये जीव फु डु ण हु णिव्वाणु लहंति ।।५२।।
धान्धे (?) पतिताः सकलाः जगति नैव आत्मानं खलु मन्यंते
तस्मिन् कारणे (तेन कारणेन) एते जीवाः स्फु टं न खलु निर्वाणं लभन्ते ।।५२।।
વ્યવહારિક ધંધે ફસ્યા, કરે ન આતમજ્ઞાન;
તે કારણ જગજીવ તે, પામે નહિ નિર્વાણ. ૫૨.
અન્વયાર્થ[जगति] જગતના [सकलाः] સર્વ જીવો [धान्धे
पतितः] વ્યાસંગમાં વ્યાસક્ત છે (પોતાના કામમાં મશગૂલ છે, પોતાના
વ્યવસાયમાં રચ્યાપચ્યા છે) પોતાના ધંધામાં-વ્યવહારમાં-પડેલા છે-
ગૃહસ્થના કાર્યોમાં પ્રવર્તે છે-અને
[आत्मानं] પોતાના આત્માને [न एव
खलु मन्यंते] જાણતા જ નથી. [तस्मिन् कारणे] તે કારણે [एते जीवाः]
આ જીવો [स्फु टं खलु निर्वाणं न लभ्यन्ते] નિશ્ચયથી નિર્વાણને પામતા
નથી, એ વાત સ્પષ્ટ છે. ૫૨.
શાસ્ત્રપઠન આત્મજ્ઞાન વિના નિષ્ફલ છેઃ
सत्थ पढंतह ते वि जड अप्पा जे ण मुणंति
तहिं कारणि ए जीव फु डु ण हु णिव्वाणु लहंति ।।५३।।
शास्त्रं पठन्तः ते अपि जडाः आत्मानं ये न मन्यंते
तस्मिन् कारणे (तेन कारणेन) एते जीवाः स्फु टं न खलु निर्वाणं लभन्ते ।।५३।।
૨૮ ]
યોગીન્દુદેવવિરચિતઃ